
Bhutan Duty Free Gold: ભૂટાન હવે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટી ફ્રી સોનું વેચશે. ત્યાં જતા પ્રવાસીઓ પ્રવાસન ફી ભરીને અને ત્યાંના પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાઈને તેનો લાભ લઈ શકે છે. ભારતીયોને આનો ઘણો ફાયદો થશે કારણ કે ભૂટાનમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતમાંથી જ જાય છે.ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાનો છે.ભૂટાનના ન્યુઝ પેપર, કુએન્સેલ અનુસાર, ભૂટાની સરકારે આ નિર્ણય 21 ફેબ્રુઆરી, ભૂતાનના નવા વર્ષ પર લીધો હતો.
ન્યુઝ પેપરના અહેવાલમાં જણાવાયું છે કે તમામ SDF ( Sustainable Development Fee) ચૂકવનારા પ્રવાસીઓ સોનું ખરીદવા માટે પાત્ર છે જો તેઓ પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત વિતાવે છે તો 1 માર્ચથી થિમ્પુ અને ફુંટશોલિંગથી સોનું ખરીદી શકાશે.
In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold.
The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF.
The gold will be much more cheaper than in India.
— Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023
ધ વાયરના રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનાનું વેચાણ ડ્યુટી ફ્રી આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે જે સામાન્ય રીતે લક્ઝરી વસ્તુઓનું વેચાણ કરે છે અને ભૂટાનના નાણા મંત્રાલય હેઠળ આવે છે. રિપોર્ટ અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ આઉટલેટ્સ ડ્યૂટી ફ્રી ગોલ્ડ પર કોઈ નફો નહીં કરે.
જો કે, આનો લાભ લેવા માટે, ભારતીય પ્રવાસીઓએ Sustainable Development Fee તરીકે પ્રતિ દિવસ 1,200 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસીઓએ ભૂટાનના પર્યટન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવાનું રહેશે, ત્યારબાદ જ તેઓ આ લાભ મેળવી શકશે.
2022માં, ભૂટાનની નેશનલ એસેમ્બલીએ એક કાયદો ઘડ્યો, જેમાં ભૂટાનની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પ્રવાસી કર ચૂકવવો ફરજિયાત બનાવ્યો. આ પ્રવાસન કરને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ( Sustainable Development Fee SDF) કહેવામાં આવે છે.
ભારતીયોએ ભુતાનમાં SDF તરીકે પ્રતિ વ્યક્તિ 1,200 રૂપિયા ચૂકવવા પડે છે. અન્ય દેશોના પ્રવાસીઓએ 65-200ની ડોલર વચ્ચે ચૂકવણી કરવી પડે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના વર્તમાન નિયમો અનુસાર, એક ભારતીય પુરુષ વિદેશમાંથી રૂ. 50,000 (આશરે 20 ગ્રામ)નું સોનું લાવી શકે છે અને ભારતીય મહિલા વિદેશમાંથી રૂ. 1 લાખ (આશરે 40 ગ્રામ)નું સોનું લાવી શકે છે.