ભૂટાને PM મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું, બિનશરતી મિત્રતા જાળવવા માટે વડા પ્રધાનની કરી પ્રશંસા

|

Dec 17, 2021 | 4:52 PM

ભૂટાને શુક્રવારે તેના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નગદગ પેલ જી ખોર્લો', (Ngadag Pel gi Khorlo) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની જાહેરાત કરી હતી.

ભૂટાને PM મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું, બિનશરતી મિત્રતા જાળવવા માટે વડા પ્રધાનની કરી પ્રશંસા
PM Modi

Follow us on

ભૂટાને શુક્રવારે તેના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (Bhutan Highest civilian award) ‘નગદગ પેલ જી ખોર્લો’, (Ngadag Pel gi Khorlo) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) આપવાની જાહેરાત કરી હતી. ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે, તેઓ એ સાંભળીને અત્યંત ખુશ છે કે સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નગદગ પેલ જી ખોર્લો’ માટે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે.

લોતેય શેરિંગે કહ્યું કે, વડા પ્રધાન મોદીએ બિનશરતી મિત્રતા નિભાવી છે અને ખાસ કરીને આ વર્ષોમાં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ઘણી મદદ કરી છે. તે આ સન્માનને પાત્ર છે, ભુતાનના વડા પ્રધાન કાર્યાલયે ફેસબુક પર એક નિવેદનમાં જણાવ્યું હતું. ભુતાનના લોકો તરફથી શુભેચ્છાઓ. તમામ મીટિંગમાં તેમણે પીએમ મોદીને એક મહાન, આધ્યાત્મિક વ્યક્તિ ગણાવ્યા. વ્યક્તિગત રીતે સન્માનની ઉજવણી કરવા આતુર છીએ. શેરિંગે ભૂટાનના રાષ્ટ્રીય દિવસ પર તેમના દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

ભારતે ભૂતાનમાં ઘણા પ્રોજેક્ટ પૂરા કર્યા

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દ્વિપક્ષીય સંબંધોમાં ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર લાભદાયી આર્થિક આંતરસંબંધ એક મહત્વપૂર્ણ તત્વ છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર છે. ભારતે ભૂતાનમાં અનેક વિકાસ પરિયોજનાઓ માટે તેની સહાય પૂરી પાડી છે. આમાં 1020 મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સરકારે ભૂતાનને રસી મોકલી

આ ઉપરાંત, ભારત ભૂટાનનું એક મુખ્ય વેપારી ભાગીદાર પણ છે, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર વ્યવસ્થા અસ્તિત્વમાં છે. હકીકતમાં, ભૂટાન પહેલો દેશ હતો, જેને સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડ રસી ભેટ તરીકે મોકલવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં, ભુતાનને ભેટ તરીકે ભારત તરફથી કોવિડિલ્ડ રસીના 1.5 લાખ ડોઝનો પહેલો લોટ મળ્યો હતો. તે જ સમયે, ભારતે પાછળથી ભૂતાનને ચાર લાખ રસીના ડોઝ ભેટ તરીકે આપ્યા. આ રીતે હિમાલયના દેશમાં કોરોના રોગચાળા દરમિયાન રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: UPSC Success Story: તૈયારી દરમિયાન તમારી નબળાઈ દૂર કરવી જરૂરી છે, જાણો IAS કનિષ્ક પાસેથી સફળતાનો મંત્ર

આ પણ વાંચો: Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના

Published On - 1:23 pm, Fri, 17 December 21

Next Article