Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે

|

Oct 17, 2021 | 8:39 PM

બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.

Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે
Attack on Hindu Temple in Bangladesh

Follow us on

Bangladesh Anti Hindu Violence: બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અગાઉ, અજાણ્યા મુસ્લિમ કટ્ટરવાદીઓએ મંદિરોમાં તોડફોડ કરી હતી અને કથિત નિંદા પર હિંસા ફેલાવી હતી. આ ઘટનાઓ બાદ લઘુમતી જૂથે દેશભરમાં ભૂખ હડતાળની (Hunger Strike) જાહેરાત કરી છે. ‘ઢાકા ટ્રિબ્યુન’ અખબારના સમાચાર અનુસાર, બાંગ્લાદેશમાં જુદા જુદા સ્થળોએ દુર્ગા પૂજાના સ્થળો પર હુમલાનો વિરોધ કરી રહેલા લોકો પર હુમલા બાદ અથડામણ થઈ છે.

આ પછી શનિવારે દેશની રાજધાનીથી લગભગ 157 કિમી દૂર ફેનીમાં હિન્દુઓના મંદિરો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ફેની મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી નિઝામુદ્દીન સહિત ઓછામાં ઓછા 40 લોકો અથડામણમાં ઘાયલ થયા હતા (Violence in Bangladesh Today). રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાંજે 4.30 વાગ્યે શરૂ થયેલી અથડામણ મોડી રાત સુધી ચાલી હતી, જે દરમિયાન અનેક મંદિરો, હિન્દુઓની દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. આ પછી શનિવારે રાત્રે અધિક પોલીસ દળ અને અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને અધિકારીઓ દ્વારા તૈનાત કરવામાં આવ્યા હતા.

છ મૂર્તિઓને થયું નુકસાન

અખબારોએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે કેટલાક બદમાશોએ મુન્શીગંજ (Bangladesh Hindu Temple Attack) ના સિરાજદીખાન ઉપજલ્લાના રશુનિયા યુનિયનમાં દાણીયાપરા કાલી મંદિરમાં છ મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે, દુર્ગા પૂજા પર્વ દરમિયાન શનિવારે હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડના વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા, જ્યારે તોડફોડની ઘટનાઓ પણ બની હતી. આ દરમિયાન દેશના દક્ષિણ-પૂર્વ શહેર ચિટગાંવમાં બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન હુમલાના વિરોધમાં 23 ઓક્ટોબરથી ધરણા અને ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

કડક સજાની માંગણી

કાઉન્સિલના જનરલ સેક્રેટરી રાણા દાસગુપ્તાએ ચિત્તાગોંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઢાકાના શાહબાગ અને ચિટગાવના આંદ્રાકિલા (Bangladesh Hindu Violence News) માં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બાંગ્લાદેશ પૂજા ઉદ્યોગ પરિષદે તોડફોડ અને હિંસાની ઘટનાઓમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Next Article