‘હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક લાગણી દુભાવવા માટે નહી, કંપનીઓ લગાવી શકે પ્રતિબંધ’, EU કોર્ટનો મોટો ચુકાદો

કોર્ટનો આ નિર્ણય બેલ્જિયમની એક કંપનીમાં કામ કરતા તાલીમાર્થીની અરજી પર આવ્યો છે. અરજદાર મહિલાનો આરોપ છે કે તે કંપનીમાં 6 અઠવાડિયા માટે ટ્રેનિંગ માટે ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું કે તે હિજાબ પહેરી શકતી નથી.

હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક લાગણી દુભાવવા માટે નહી, કંપનીઓ લગાવી શકે પ્રતિબંધ, EU કોર્ટનો મોટો ચુકાદો
Hijab Controversy In Europe
| Edited By: | Updated on: Oct 15, 2022 | 11:46 AM

ઈરાન અને ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદની (Hijab Controversy) જ્વાળાઓ હવે યુરોપ સુધી પહોંચી ગઈ છે. યુરોપની સુપ્રીમ કોર્ટે આ વિવાદ પર મોટો નિર્ણય લીધો છે. યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે, હિજાબને લઈને કહ્યું કે EUના 27 દેશોમાં ખાનગી કંપનીઓ કામના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે. EU ની સર્વોચ્ચ અદાલતે (Eu Court) કહ્યું છે કે જો કોઈ કંપનીએ માથું અથવા મોં ઢાંકવા સામે પ્રતિબંધ મૂક્યો છે, તો આ નિયમ હિજાબ ઉપર પણ લાગુ થશે. કોર્ટે કહ્યું કે આ નિર્ણયથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી નથી અને કર્મચારીઓ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ પણ થતો નથી.

કોર્ટના નિર્ણય અનુસાર, જો કોઈ કંપનીમાં માથું અથવા મોઢું ઢાંકવા પર પ્રતિબંધ હશે તો જ હિજાબ પર જ પ્રતિબંધ રહેશે. આ ચુકાદો માત્ર હિજાબ પર પ્રતિબંધ માટે નથી. રોયટર્સ અનુસાર, EU સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે સમગ્ર યુરોપને હચમચાવી દીધું છે. આનાથી મુસ્લિમોના એકીકરણ પર પણ ચર્ચા શરૂ થઈ છે. વાસ્તવમાં, કોર્ટનો આ નિર્ણય બેલ્જિયમની એક કંપનીમાં કામ કરતા તાલીમાર્થીની અરજી પર આવ્યો છે. અરજદાર મહિલાનો આરોપ છે કે તે કંપનીમાં 6 અઠવાડિયા માટે ટ્રેનિંગ માટે ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું કે તે હિજાબ પહેરી શકતી નથી.

મહિલાએ કંપનીના નિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો

અરજદાર જે કંપનીમાં તાલીમ લઈ રહી હતી તે કંપનીએ નિયમ બનાવ્યો છે કે ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કેપ, ટોપી, સ્કાર્ફ કે માથું અથવા મોઢું ઢાંકવા જેવી વસ્તુઓ પહેરી શકે નહીં. અરજદાર મહિલાને કંપનીના આ નિયમ સામે વાંધો હતો. તેણે કંપનીના આ નિયમને તેના ધર્મ વિરુદ્ધ માન્યો હતો. ત્યારબાદ તેણે બેલ્જિયમની કોર્ટનો સંપર્ક કર્યો. બેલ્જિયમની અદાલતે યુરોપિયન યુનિયનના કાયદા અંગે સ્પષ્ટતા માટે મામલો યુરોપિયન યુનિયનની સુપ્રીમ કોર્ટને મોકલ્યો. EU ની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે હેડસ્કાર્ફ પર પ્રતિબંધ EU કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.

હિજાબ પરનો પ્રતિબંધ એ એક મુદ્દો છે જેણે યુરોપને વર્ષોથી બે ભાગમાં વહેંચી દીધું છે. 2004માં ફ્રાન્સે સરકારી શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જાહેર સ્થળોએ નકાબ અથવા બુરખા જેવા સંપૂર્ણ ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ મૂકનાર ફ્રાન્સ પહેલો યુરોપિયન દેશ પણ છે. જ્યારે, નેધરલેન્ડમાં શાળાઓ, હોસ્પિટલો અને જાહેર પરિવહનમાં નકાબ અને બુરખા ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવેલ છે.

Pravasi Gujarati Parv 2022 ના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

Follow Us