પાકિસ્તાને સોમવારે કતાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ચીની નિર્મિત મલ્ટી-રોલ ફ્રિગેટ અને 10 હેલિકોપ્ટરનો નૌકાદળમાં (Pakistan Navy) સમાવેશ કર્યો છે. પાકિસ્તાન નૌકાદળ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર કરાચીના ‘ડોકયાર્ડ’ ખાતે આયોજિત એક સમારોહમાં PNS તુગરિલ ફ્રિગેટ (PNS Tughril) અને 10 સી કિંગ હેલિકોપ્ટર (Sea King helicopters) નેવીના કાફલાને આપવામાં આવ્યા હતા. તાજેતરના સમયમાં પાકિસ્તાની નૌકાદળના મોટાભાગના શસ્ત્રો અને જહાજો ચીનથી સપ્લાય કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન અને ચીન વચ્ચે જૂન 2018માં પાકિસ્તાન નેવી માટે ચાર ફ્રિગેટ્સનો કરાર થયો હતો. તે જ સમયે, પાકિસ્તાનને કતાર દ્વારા સી કિંગ હેલિકોપ્ટર ભેટમાં આપવામાં આવ્યું છે. PNS તુગ્રીલ શાંઘાઈમાં શિપયાર્ડમાં બાંધવામાં આવેલી પ્રથમ છે. તે મલ્ટી-મિશન જહાજ છે, જે સરફેસ-ટુ-એર (SAM) અને સુપરસોનિક સરફેસ-ટુ-સર્ફેસ મિસાઈલ (SSM) જેવા હથિયારોથી સજ્જ છે. પાકિસ્તાની નૌકાદળના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હથિયારો અને સેન્સર દ્વારા આ અત્યાધુનિક જહાજ અનેક સમુદ્રી ઓપરેશનને પાર પાડી શકે છે.
ચાઈનીઝ મલ્ટી-રોલ ફ્રિગેટનું નામ તુર્કોમન સરદાર તુગ્રીલના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 11મી અને 14મી સદી વચ્ચે આધુનિક ઈરાન, ઈરાક, સીરિયા અને તુર્કી પર શાસન કરનાર સેલજુક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તુગરિલ યુધપોલ પાકિસ્તાન નેવીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ યુદ્ધ જહાજ છે. તેના દ્વારા પાકિસ્તાન દરિયાઈ સરહદ અને તેના સાથી દેશોના હિતોનું રક્ષણ કરશે. સાથીઓના હિતોનું રક્ષણએ ચીન દ્વારા જાળવવામાં આવેલ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો સંદર્ભ આપે છે.
ચાઇના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં પાકિસ્તાનમાં 53 અરબના સોદા સાથે ભારે રોકાણ કર્યું છે. તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો એક ભાગ છે. આ અંતર્ગત ચીને શિનજિયાંગ ક્ષેત્ર અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને જોડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર લાઈનોને અપગ્રેડ કરી છે. જોકે, સ્થાનિક બલૂચ લોકોમાં ચીનના પ્રોજેક્ટ સામે વ્યાપક રોષ છે. CPEC પ્રોજેક્ટ્સ પર પણ હુમલા થયા છે. જેના કારણે અહીં પાકિસ્તાની સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Wardha road accident: વર્ધા પાસે અકસ્માતમાં બીજેપી ધારાસભ્ય વિજય રહંદલેના પુત્ર સહીત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત