India Canada controversy : ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ

|

Sep 22, 2023 | 3:33 PM

કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલા આવેલો આ સર્વે ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની ટેન્શન વધારનાર છે. કેનેડિયન ન્યૂઝ ચેનલ માટે IBSO દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણ દર્શાવે છે કે કેનેડિયનો વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને PM માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે. સર્વેમાં 39% લોકોએ તેમને પીએમ પદ માટે લાયક ગણ્યા. જ્યારે ટ્રુડોની તરફેણમાં માત્ર 30% મત પડ્યા હતા.

India Canada controversy : ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
Bad news for Trudeau

Follow us on

Canada : ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ધકેલાયા હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વે અનુસાર, કેનેડિયનો આગામી ચૂંટણીમાં પીએમ પદ માટે ટ્રુડો કરતા વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને વધુ લાયક માને છે.

સર્વે PM ટ્રુડોના તણાવમાં કર્યો વધારો

કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલા આવેલો આ સર્વે ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની ટેન્શન વધારનાર છે. કેનેડિયન ન્યૂઝ ચેનલ માટે IBSO દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણ દર્શાવે છે કે કેનેડિયનો વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને PM માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે. સર્વેમાં 39% લોકોએ તેમને પીએમ પદ માટે લાયક ગણ્યા. જ્યારે ટ્રુડોની તરફેણમાં માત્ર 30% મત પડ્યા હતા.

આ સર્વે એવા સમયે થયો છે જ્યારે ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સપોર્ટર હરદીપ સિંહ નિજ્જરને કેનેડીયન ગણાવી તેની હત્યા પાછળ ભારત એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તે જ સમયે, ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ટ્રુડોની રાજકીય ટૂલ કીટ નિષ્ફળ ગઈ

ટ્રુડોની ભારત પર આરોપ લગાવવાની રાજકીય ટૂલ કિટ ખરેખર નિષ્ફળ ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યાના ભારતના આરોપનો રાજકીય મામલા તરીકે ઉપયોગ કર્યો છે. ખરેખર, ટ્રુડોને 2021ની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી ન હતી. ટ્રુડોની સરકારને ખાલિસ્તાની તરફી જગમીત સિંહ ધાલીવાલની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા ટેકો મળ્યો હતો.બીજી મોટી વાત તો એ કે ટ્રુડોની સરકાર એનડીપીની મદદે ચાલી રહી છે.

ત્યારે આ બધાની વચ્ચે એમ પણ કહેવામાં આવી રહ્યું છે ટ્રુડો ભારત પર જગમીત સિંહના દબાણમાં આવીને ભારત પર ગંભીર આરોપો લગાવી રહ્યું છે. જો કે આ કરવામાં ટ્રુડોને નિષ્ફળતા જ હાથ લાગી છે ભારતે પહેલાથી તમામ આરોપો ફગાવી દીધા છે અને તે તમામ આરોપોને બે-બુનિયાદી ગણાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article