સાઉદી અરેબિયામાં વર્ક વિઝા માટે અરજી કરનારા ભારતીયો માટે હવે મુશ્કેલ બનશે, કારણ કે આ ખાડી દેશે વિદેશી કામદારો માટે વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ નિયમો 14 જાન્યુઆરી મંગળવારથી લાગુ કરવામાં આવ્યા છે. હવે સાઉદી અરેબિયા જવા ઈચ્છતા ભારતીય કામદારો માટે અરજી કરતા પહેલા તેમની વ્યાવસાયિક અને શૈક્ષણિક લાયકાતની પૂર્વ ચકાસણી પૂર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે સાઉદી અરેબિયાએ વિદેશીઓ માટે તેમના ઇકામા (રહેઠાણ પરમિટ) રિન્યૂ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.
સાઉદી અરેબિયાના આ બદલાવની મોટી અસર પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય બીજા નંબરનો સૌથી મોટો વિદેશી સમૂહ છે, જેની સંખ્યા 24 લાખથી વધુ છે. અહીં કામ કરવા માટે, પ્રોફેશનલ્સ અને નોન-પ્રોફેશનલ્સ બંનેને વર્ક વિઝા મેળવવાની જરૂર છે. સાઉદી અરેબિયાએ નિયમોમાં શું ફેરફારો કર્યા છે તેના પર એક નજર કરીએ.
વિઝા અરજી સબમિશન– તમારું પૂર્ણ કરેલ અરજી ફોર્મ અને દસ્તાવેજો નજીકના સાઉદી એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં સબમિટ કરો.
સિંગલ એન્ટ્રી વર્ક વિઝા – 2000 સાઉદી રિયાલ (અંદાજે રૂ. 43,800)
મલ્ટી એન્ટ્રી વર્ક વિઝા – 3000 સાઉદી રિયાલ (અંદાજે રૂ. 65,700)
એક વર્ષના વર્ક વિઝા – 5000 રિયાલ (અંદાજે રૂ. 109,500)
બે વર્ષના વર્ક વિઝા – 7000 રિયાલ (અંદાજે રૂ. 153,300)
હેલ્થ વીમો મેળવો – એમ્પ્લોયર કંપનીઓ સામાન્ય રીતે વિદેશી કર્મચારીઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય વીમાનો ખર્ચ આવરી લે છે.
વિઝા પ્રોસેસિંગ– વિઝા પ્રોસેસિંગમાં સામાન્ય રીતે 1 થી 3 અઠવાડિયા લાગે છે
8- સાઉદી અરેબિયાની યાત્રા – એકવાર તમારા વિઝા મંજૂર થઈ ગયા પછી, તમે સાઉદી અરેબિયા જઈ શકો છો.
રહેઠાણ પરમિટ માટે અરજી કરવી – સાઉદી અરેબિયામાં પહોંચ્યાના 90 દિવસની અંદર એમ્પ્લોયર તમને રહેઠાણ પરમિટ (ઇકામા) મેળવવામાં મદદ કરશે, જે સાઉદી અરેબિયામાં રહેવાની મંજૂરી આપે છે.