છેલ્લા 100 વર્ષના ઑસ્ટ્રેલિયામાં આવેલા સૌથી મોટા સંકટમાં ફસાઈ ગયા છે 50 હજારથી વધુ ભારતીયો, ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હોઈ શકે છે, મદદ માટે સેના ઉતારાઈ : જુઓ PHOTOS

ઑસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા પર મજબૂર બનવુ પડ્યું છે. મળતી માહિતી મુજબ સદીના સૌથી ભીષણ પૂરના કારણે નદીઓના પાણી સડકો પર આવી ગયા અને તેના કારણે ઉત્તર-પૂર્વી ભાગમાં હજારો લોકોએ પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે. […]

છેલ્લા 100 વર્ષના ઑસ્ટ્રેલિયામાં આવેલા સૌથી મોટા સંકટમાં ફસાઈ ગયા છે 50 હજારથી વધુ ભારતીયો, ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હોઈ શકે છે, મદદ માટે સેના ઉતારાઈ : જુઓ PHOTOS
| Edited By: | Updated on: Feb 04, 2019 | 9:53 AM

ઑસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા પર મજબૂર બનવુ પડ્યું છે.

મળતી માહિતી મુજબ સદીના સૌથી ભીષણ પૂરના કારણે નદીઓના પાણી સડકો પર આવી ગયા અને તેના કારણે ઉત્તર-પૂર્વી ભાગમાં હજારો લોકોએ પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે. ઑસ્ટ્રલિયાના ઉત્તરી ભાગમાં મૉનસૂનના સમયે ભારે વરસાદ થાય છે, પરંતુ તાજેતરમાં જ થયેલો વરસાદ સામાન્ય કરતા ઘણુ વધારે હતો.

ઉત્તર-પૂર્વી ક્વીંસલૅંડના ટાઉંસવિલે શહેરમાં હજારો લોકો વીજળી વગર જીવી રહ્યા છે અને જો વરસાદ ચાલુ રહ્યો, તો 20,000 કરતા વધુ મકાનો પર ડૂબી જવાનો ખતરો છે.

સૈન્ય કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે માટીથી ભરેલા હજારો થેલાઓ આપી રહ્યાં છે. ક્વીંસલૅંડના પ્રમુખે કહ્યું કે આવું પૂર સામાન્ય રીતે 20 વર્ષમાં એક વાર નહીં, પણ 100 વર્ષમાં એક વાર આવતું પૂર છે.

મોસમ વિજ્ઞાન બ્યૂરોએ જણાવ્યું કે ઉત્તરી ક્વીંસલૅંડ રાજ્યની ઊપર ધીમી ગતિથી આગળ વધતા મૉનસૂનનો ઓછા દબાણનો ક્ષેત્ર બની ગયો છે કે જેનાથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શંકા છે. એવો વરસાદ કે જે એક વર્ષમાં ક્યારેય નથી થઈ. ટાઉંસવિલેના નિવાસી ક્રિસ બ્રૂકહાઉસે કહ્યું કે તેમણે અગાઉ ક્યારેય આવું કશું જોયું નથી.

[yop_poll id=1066]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:06 am, Mon, 4 February 19