દુનિયાની બે મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ વચ્ચે થઈ મુલાકાત, શી જિનપિંગ-જો બાઈડનની પહેલીવાર થઈ મુલાકાત

|

Nov 14, 2022 | 11:07 PM

લગભગ 2 વર્ષ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આજે પહેલી વ્યક્તિગત બેઠક કરી હતી. આ બેઠક બે મહાશક્તિઓ વચ્ચે વધતા આર્થિક અને સુરક્ષા તણાવ વચ્ચે થઈ.

દુનિયાની બે મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ વચ્ચે થઈ મુલાકાત, શી જિનપિંગ-જો બાઈડનની પહેલીવાર થઈ મુલાકાત
G20 summit Xi Jinping and Joe Biden met
Image Credit source: PTI

Follow us on

દુનિયાની બે મહાસત્તા ઘણાતા દેશ અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિઓની આજે G20 સમિટમાં પહેલા મુલાકાત થઈ હતી. લગભગ 2 વર્ષ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આજે પહેલી વ્યક્તિગત બેઠક કરી હતી. આ બેઠક બે મહાશક્તિઓ વચ્ચે વધતા આર્થિક અને સુરક્ષા તણાવ વચ્ચે થઈ. આ મુલાકાતને લઈને વાઈટ હાઉસે જણાવ્યુ છે કે, તાઈવાન વિરુદ્ઘ ચીનની દબાણની કાર્યવાહી પર જો બાઈડનને આપત્તિ દર્શાવી હતી. તે સિવાય તેમણે શી જિનપિંગ સામે માનવાધિકારીઓને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી.

અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણવવામાં આવ્યુ કે, શી જિનપિંગ પરમાણુ યુદ્ધ ક્યારેય નહીં થવુ જોઈએ એ વાત પર સહમત થયા હતા. તેની સાથે યૂક્રેન પર રશિયાના પરમાણુ હુમલાના ખતરાની બન્ને દેશોના નેતાઓએ નિંદા કરી હતી. આ મુલાકાત બાદ બાઈડેન કહ્યું કે, મારી ચીનના રાષ્ટ્રપતિ સાથે આજે ખુલ્લી અને સ્પષ્ટ વાતચીત થઈ હતી. અમે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. દુનિયાભરની 20 પ્રમુખ અર્થવ્યવસ્થાઓના નેતાઓના આ વાર્ષિક શિખર સમ્મેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રવિવારે પહોંચ્યા હતા. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે બપોરે પહોંચ્યા હતા.

ઈન્ડોનેશિયામાં G20 સમિટ પહેલા એક મોટી હોટલમાં અમેરિકા અને ચીન રાષ્ટ્રપતિની મુલાકાત થઈ હતી. તેમણે મુલાકાત દરમિયાન એક બીજાનું અભિવાદન કર્યુ અને હાથ પણ મિલાવ્યો હતો. બન્ને નેતાઓએ આ સમયે માસ્ક પહેર્યુ ન હતુ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચીન અને અમેરિકાના સંબંધો સારા થવાની આશા – શી જિનપિંગ

જિનપિંગે આ બેઠક દરમિયાન કહ્યું કે, ચીન અને અમેરિકાના સંબંધો સારા થશે. અમારી આ બેઠકે દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે. તેથી જ વિશ્વ શાંતિ, વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે બધા દેશો સાથે કામ કરવાની જરુર છે. તેઓ ચીન-અમેરિકાના સંબંધો અને પ્રમુખ વૈશ્વિક-ક્ષેત્રીય જેવા મુદ્દા પર અમે સ્પષ્ટ અને ઊંડી વાતચીત કરી છે.

નવી કોલ્ડ વોર નહીં થવી જોઈએ – જો બાઈડન

બાઈડને વાતચીત દરમિયાન કહ્યું કે બન્ને દેશો વચ્ચે વાતચીત થતી રહેવી જોઈએ. વ્યક્તિગત રીતે પણ આપણી વચ્ચે વાતચીત ચાલતી રહેવી જોઈએ. આપણા વચ્ચેના મતભેદોનું સમાધાન થવુ જોઈએ. આપણે વૈશ્વિક મુદ્દાઓ પર સાથે વાતચીત કરીને દરેક સમસ્યાનું સમાધાન કરવુ જોઈએ. તેના માટે પારસ્પરિક સહયોગની જરુર પડશે. બન્ને દેશો વચ્ચે ભવિષ્યમાં કોઈ નવી કોલ્ડ વોર ન થવી જોઈએ.

Next Article