OMG ! ઓફિસ પ્રત્યે એટલો પ્રેમ કે બાળકનું નામ રાખી દીધુ ઓફિસના નામ પર, હવે પડી રહી છે મુશ્કેલી

|

Jan 12, 2022 | 5:08 PM

38 વર્ષીય સમેત વહુદીને તેની નોકરી અને ઓફિસ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેણે ઓફિસના નામ પર પોતાના પુત્રનું નામ રાખ્યું છે.

OMG ! ઓફિસ પ્રત્યે એટલો પ્રેમ કે બાળકનું નામ રાખી દીધુ ઓફિસના નામ પર, હવે પડી રહી છે મુશ્કેલી
man names his son after workplace

Follow us on

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના પુત્ર કે પુત્રીનું નામ સૌથી અનોખું હોવું જોઈએ, જે લોકોને પહેલી જ વારમાં પસંદ આવી જાય. નામ એવું હોવું જોઈએ કે બોલાવવામાં કોઈ તકલીફ ન પડે અને સાથે જ જ્યારે તેઓ મોટા થાય ત્યારે તેમને પણ એ નામ ગમતું હોવું જોઇએ. જો કે, કેટલાક લોકો બાળકોના અનોખા નામ રાખવાના ચક્કરમાં એવા જટિલ નામો (Weird Name) રાખી દે છે કે તેમને તે નામનો ઉચ્ચાર કરવામાં પણ મુશ્કેલી પડે છે અને કેટલીકવાર લોકો તેમની મજાક પણ ઉડાવવા લાગે છે.

આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચાનો વિષય છે. વાસ્તવમાં ઈન્ડોનેશિયામાં એક પિતાએ પોતાના પુત્રનું નામ એટલું ‘અજીબ’ રાખ્યું છે કે જ્યારે પણ તે કોઈને આ નામ કહે છે તો કોઇ માનતું જ નથી અને આવી સ્થિતિમાં તેણે નામ સાચું છે કે નહીં તે સાબિત કરવું પડે છે. આ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર બતાવવું પડે છે.

રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય સમેત વહુદીને (Samet Wahyudi) તેની નોકરી અને ઓફિસ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેણે ઓફિસના નામ પર પોતાના પુત્રનું નામ રાખ્યું છે. તે આંકડાકીય માહિતી સંચાર (Statistical Information Communication Office) કાર્યાલયમાં કામ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હકીકતમાં, જ્યારે સમેત વહુદીના લગ્ન થયા ત્યારે તેણે તેના પાર્ટનરની સામે એક શરત મૂકી હતી કે જ્યારે તેમને બાળક થશે ત્યારે તેઓ તેનું નામ તેમની ઓફિસના નામ પર રાખશે, પછી તે છોકરી હોય કે છોકરો. આ માટે તેની પત્ની પણ રાજી થઈ ગઈ હતી. તાજેતરમાં, જ્યારે તેમને એક પુત્ર થયો, ત્યારે તેણે તેનું નામ Statistical Information Communication Office રાખ્યું. હવે સમસ્યા એ છે કે તેમને તેમના બાળકનું નામ સાબિત કરવા માટે તેમનું બર્થ સર્ટિફિકેટ બતાવવું પડે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમેત વહુદી 2003થી ઈન્ડોનેશિયાના બ્રેબ્સ શહેરમાં સરકારી નોકરી કરી રહ્યો છે. ધીમે-ધીમે તે પોતાની ઓફિસ સાથે એટલો અટેચ થઈ ગયો કે તેણે તેને પોતાનું બીજું ઘર માનવા માંડ્યું. ત્યારથી, તેણે વિચાર્યું હતું કે જ્યારે પણ તે લગ્ન કરશે અને બાળક થશે, ત્યારે તે તેનું નામ તેની ઓફિસના નામ પર રાખશે. જોકે, તેણે પોતાના પુત્રનું નામ ડિંકો પણ રાખ્યું છે, જેથી લોકોને તેને બોલાવવામાં કોઈ તકલીફ ન પડે.

આ પણ વાંચો –

ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખરનો પાક પીએમ ઈમરાન ખાન પર કટાક્ષ, ‘તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા’

આ પણ વાંચો –

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

Next Article