સરહદ પાર અંજૂ બની રહી છે ષડયંત્રનો શિકાર? નસરુલ્લા કેમ નિકાહને ખોટા માની રહ્યો છે ?

|

Jul 26, 2023 | 8:58 AM

પાકિસ્તાનથી તેના મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવ્યું કે અંજુએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે, પછી સમાચાર આવ્યા કે તે પાકિસ્તાન ગઈ અને ફાતિમા બની ગઈ અને હવે ત્રીજા સમાચાર એ પણ આવ્યા કે અંજુએ કોર્ટમાં જઈને નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે

સરહદ પાર અંજૂ બની રહી છે ષડયંત્રનો શિકાર? નસરુલ્લા કેમ નિકાહને ખોટા માની રહ્યો છે ?
Anju

Follow us on

અંજૂ તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી ગઈ છે, પરંતુ હવે પાકિસ્તાનથી તેના મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવ્યું કે અંજૂએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે, પછી સમાચાર આવ્યા કે તે પાકિસ્તાન ગઈ અને ફાતિમા બની ગઈ અને હવે ત્રીજા સમાચાર એ પણ આવ્યા કે અંજૂએ કોર્ટમાં જઈને નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ પાકિસ્તાન ગયેલી અંજૂ જિલ્લા કોર્ટમાંથી બહાર નીકળતી બુરખામાં જોવા મળી હતી.

તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો અને તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ હતી, તે અહીં પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓ સાથે જોવા મળી હતી અથવા એમ કહીએ કે તેની આસપાસ સુરક્ષાનો મજબૂત કોર્ડન હતો. ફેસબૂક ફ્રેન્ડ નસરુલ્લા કોર્ટની બહાર અંજૂનો હાથ જોરથી પકડી રાખેલો જોયો હતો, જાણે કે તે અંજૂને બળપૂર્વક ખેંચી રહ્યો હોય. માંડ માંડ થોડા ડગલાં ચાલ્યા પછી અંજૂને રસ્તા પર પાર્ક કરેલી આ સફેદ રંગની કાર પાસે લાવવામાં આવી અને પછી તેને અંદર બેસાડી હતી. તે પછી શું થયું તે ખબર નથી. પરંતુ અહીંથી અનેક પ્રશ્નોનો ઉભા થય રહ્યા છે.

કેટલાક પ્રશ્નો ઉભા થાય છે:

  • અંજૂને પાકિસ્તાનની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેમ લઈ જવામાં આવી?
  • અંજૂને કોર્ટમાં લઈ જતી વખતે બુરખો કેમ પહેરવામાં આવ્યો?
  • અંજૂની આસપાસ સુરક્ષાકર્મીઓ કેમ તૈનાત હતા?
  • શું અંજૂ અને નસરુલ્લાએ કોર્ટમાં લગ્ન કર્યા હતા?
  • અંજૂને કોર્ટની બહાર કારમાં બેસડી દેવામાં કેમ આવી?

TV9 ભારતવર્ષે અંજૂ અને નસરુલ્લા બંને સાથે ફોન પર વાત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. અંજૂએ તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે બધું ખોટું છે. મેં મારું નામ બદલ્યું નથી અને ધર્મ બદલ્યો નથી. નસરુલ્લા સાથે લગ્નની વાત પણ ખોટી છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

પોતાની મરજીથી ઇસ્લામ સ્વીકાર્યો

ત્યારપછી આ તપાસ દરમિયાન અમને બંનેનું વાયરલ મેરેજ સર્ટિફિકેટ મળ્યું. આ નિકાહનામા ઉર્દૂમાં છે. તેના પર તારીખ 25 જુલાઈ 2023 છે. તેમાં અંજૂને ટાંકીને શું લખ્યું છે, “હું અંજૂ છું, ભારતમાં રાજસ્થાનના અલવરમાં ભીવાડીની રહેવાસી છું. હું ખ્રિસ્તી ધર્મની છું. મેં કોઈપણ દબાણ કે જબરદસ્તી વિના મારી પોતાની મરજીથી ઈસ્લામ કબૂલ કર્યો છે. મેં મારી ઈચ્છા મુજબ સામી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે.

હવે નસરુલ્લાહ મારા પતિ છે

શરિયા અનુસાર, મને સાક્ષીઓની સામે દહેજ તરીકે 10 તોલા સોનું આપવામાં આવ્યું હતું. અહીંના શરિયા અને કાયદા પ્રમાણે હવે નસરુલ્લાહ મારા પતિ છે. મારું આ નિવેદન સંપૂર્ણપણે સાચું છે. મેં આ માટે કોઈ હકીકત છુપાવી નથી. આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે અંજુ અને નસરુલ્લા બંને લગ્ન અને ધર્મ પરિવર્તન અંગે ખોટું બોલી રહ્યા છે.

શું અંજૂ બની પાકિસ્તાનનો શિકાર

ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન આવેલી અંજૂ 4 ઓગસ્ટ પછી ભારત પરત ફરશે તેવો નસરુલ્લાનો દાવો પણ ખોટો છે. તો અહીં સવાલ એ થાય છે કે શું અંજૂને કોઈ ષડયંત્ર હેઠળ પાકિસ્તાનમાં પ્યાદુ બનાવવામાં આવી રહી છે? બુરખામાં જોવા મળેલી અંજૂનું સત્ય શું છે? અમને જવાબ ખબર નથી, પરંતુ આ સમાચાર સામે આવ્યા બાદ અલવરમાં તેના પિતા નારાજ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article