
પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની અદભૂત ચૂંટણી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. X(પહેલા ટ્વિટર) પર મેરી મિલબેને લખ્યું કે ભારતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢ જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં બીજેપીની જીત 2024માં પીએમ મોદીની મજબૂત જીતની શરૂઆત છે
મિલબેને તેમની એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે પીએમ પદના ઉમેદવાર તરીકે ભારતની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી છે. તેઓ યુએસ-ભારત સંબંધો માટે પણ શ્રેષ્ઠ નેતા છે. તમને જણાવી દઈએ કે રવિવારે ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ તેલંગાણામાં કોંગ્રેસને મોટી જીતથી રાહત મળી છે.
Today’s election results in #India, the @BJP4India winning the heartland states of Rajasthan, Madhya Pradesh and Chhattisgarh, is a precursor to a strong victory for PM @narendramodi in 2024. He is the #IndiaFirst candidate and the best leader for the U.S.-India relationship. pic.twitter.com/I5Aj0QJxXv
— Mary Millben (@MaryMillben) December 3, 2023
અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ, આફ્રિકન-અમેરિકન ગાયકે PM મોદીના G20ના પૂર્ણ સભ્ય તરીકે આફ્રિકન યુનિયનને સામેલ કરવાના પ્રસ્તાવ માટે પ્રશંસા કરી હતી. મિલબેને એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે આફ્રિકન યુનિયનને G20માં સંપૂર્ણ સભ્ય તરીકે સામેલ કરવાના વડાપ્રધાન મોદીના પ્રસ્તાવની હું પ્રશંસા કરું છું. વૈશ્વિક દક્ષિણ હવે નીતિઓને આકાર આપી શકે છે જે આપણા વિશ્વને અસર કરે છે.
41 વર્ષીય મિલબેન ભારતમાં તેમના રાષ્ટ્રગીત અને ભક્તિ ગીત ‘ઓમ જય જગદીશ હરે’ની રજૂઆત માટે લોકપ્રિય છે. તેમણે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. તે પહેલા પણ ઘણી વખત પીએમ મોદીના વખાણ કરી ચૂકી છે.
Published On - 7:47 am, Mon, 4 December 23