યુનાઇટેડ સ્ટેટ્સમાં (United States) પોતાની (Spanx Company) કંપની ચલાવતી સારાહ બ્લેકલીએ (Spanx CEO Sara Blakely) કર્મચારીઓને એવી ભેટ આપી છે કે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા.
મહિલા બોસની આ ઉદારતા જોઈને કર્મચારીઓની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાંના દરેક લોકો ભાવુક થઈ ગયા. Spanxના સ્થાપક સારાહ બ્લેકલી સૌથી નાની વયની મહિલા અબજોપતિ બની છે. તેણે પોતાની કંપનીની સફળતાની ઉજવણીમાં કર્મચારીઓની ખુશી પણ સામેલ કરી. તેણે પોતાની કંપની ખોલતા પહેલા ઘરે-ઘરે ફેક્સ મશીન પણ વેચ્યા હતા. જોકે હવે તે લીડિંગ વુમન એપેરલ કંપનીની સીઈઓ છે. તેમની કંપનીની સ્થાપના થયાને 20 વર્ષ થઈ ગયા છે. બ્લેકલીએ તાજેતરમાં $1.2 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. તેણે આ ડીલની ઉજવણી કરવા માટે તેના કર્મચારીઓને બોલાવ્યા હતા, જ્યાં તેણે તેના માટે આ ભેટની જાહેરાત કરી હતી.
સારાહ બ્લેકલીએ તેના કર્મચારીઓને ખૂબ જ ક્રિએટિવ રીતે આ ભેટ આપી હતી. પહેલા તે ગ્લોબને ફરાવતી રહી અને પછી તેણે કહ્યું કે તે ગ્લોબ ફરે છે કારણ કે તેનો સ્ટાફ વિશ્વના કોઈપણ ભાગમાં 2 ફર્સ્ટ ક્લાસ પ્લેનની ટિકિટ બુક કરી શકે છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આ ટિકિટોની સાથે કર્મચારીઓને 10 હજાર યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 7 લાખ રૂપિયા મળશે. કર્મચારીઓની આ વાત સાંભળતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
સારાહ બ્લેકલીએ કહ્યું કે જ્યારે તે લોકોને કહેતી હતી કે એક દિવસ આ કંપની 20 મિલિયન ડોલરની થશે તો લોકો તેના પર હસતા હતા. આજે કંપની એટલી મોટી થઈ ગઈ છે. આ પછી તેણે તેના કર્મચારીઓને પણ પૂછ્યું કે તેઓ ક્યાં જવા માગે છે? દરેક કર્મચારીએ તેની પસંદગીની જગ્યા સૂચવી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –