America: મનોજ યાદવે અમેરિકામાં હચમચાવી દીધી સિસ્ટમ, 1 અબજ રૂપિયાનું ફ્રોડ કરીને 7000 લોકો સાથે કરી છેતરપિંડી

|

Sep 01, 2023 | 8:51 PM

સોફ્ટવેર કંપનીનો કર્મચારી બનીને મનોજ યાદવે અમેરિકામાં (America) હજારો લોકો સાથે છેતરપિંડી કરી હતી. એફબીઆઈએ હવે આ મામલે તેના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનોજ યાદવ મૂળ ભારતનો રહેવાસી છે. આ કૌભાંડના આરોપમાં ભારતીય મૂળના નાગરિક મનોજ યાદવની ન્યુ જર્સીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ યાદવ પર ઓનલાઈન ફ્રોડનો આરોપ છે.

America: મનોજ યાદવે અમેરિકામાં હચમચાવી દીધી સિસ્ટમ, 1 અબજ રૂપિયાનું ફ્રોડ કરીને 7000 લોકો સાથે કરી છેતરપિંડી
Software Fraud

Follow us on

અમેરિકામાં (America) એક કૌભાંડે બધાને હચમચાવી દીધા છે. ટેક્નિકલ સપોર્ટના એક કૌભાંડને કારણે 7 હજારથી વધુ લોકોને 13 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ કૌભાંડના આરોપમાં ભારતીય મૂળના નાગરિક મનોજ યાદવની ન્યુ જર્સીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ યાદવ પર ઓનલાઈન ફ્રોડનો આરોપ છે અને તેને ગુરુવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મનોજ યાદવ પર કંપનીના ગ્રાહકોને છેતરવાનો આરોપ

મનોજ યાદવ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો, તેના પર તેના સહયોગીઓ સાથે મળીને કંપનીના ગ્રાહકોને છેતરવાનો આરોપ છે. આરોપ છે કે આ બધાએ સોફ્ટવેર કંપનીના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી, આ બધા જ કંપની મફતમાં આપેલી સર્વિસમાંથી નાણાં લેતા હતા. એફબીઆઈએ મનોજ યાદવ પર આ મુખ્ય આરોપ લગાવ્યો છે.

20 વર્ષ સુધીની સજા અને અઢી લાખ ડોલર દંડ

અમેરિકામાં કાયદા હેઠળ આવા કેસમાં આરોપીને 20 વર્ષ સુધીની સજા અને અઢી લાખ ડોલર સુધીના દંડની જોગવાઈ છે. એફબીઆઈએ આ મામલે કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં આવા કિસ્સાઓ વધ્યા છે, આજકાલ છેતરપિંડી કરનારાઓની સંખ્યા વધી રહી છે અને લોકોને ફસાવવા માટે છેતરપિંડી કરનારાઓ ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ઘણા સહયોગીઓ ભારતમાંથી જ ઓપરેટ કરતા હતા

આ કૌભાંડ 2017 થી 2023 સુધી ચાલતું રહ્યું, મનોજ યાદવ અને તેના ઘણા સહયોગીઓ જેઓ ભારતમાંથી જ ઓપરેટ કરતા હતા. આ તમામ પોતાને અમેરિકન સોફ્ટવેર કંપનીના ક્લાઈન્ટ ગણાવતા હતા અને તેમના ક્લાઈન્ટને સોફ્ટવેરમાં સુધારો કરવા અને સમસ્યાઓના નિરાકરણ માટે પાસેથી પૈસા લેતા હતા. જ્યારે કંપની આ સુવિધાઓ મફતમાં પૂરી પાડે છે.

આ પણ વાંચો: અચાનક 50 લાખ મધમાખીઓએ આ શહેર પર જમાવ્યો કબજો, એવો આતંક મચાવ્યો કે ઈમરજન્સી લાદવી પડી અને પછી…

આ સોફ્ટવેર કંપનીએ નિવેદન પણ આપ્યું છે કે અમે કોઈપણ સેવા માટે પૈસા લેતા નથી, જ્યારે અમે અમારા તરફથી મનોજ યાદવ અથવા અન્ય કોઈ વ્યક્તિને સત્તા પણ આપી ન હતી. મનોજ યાદવ પોતે આ કૌભાંડમાં અંગત રીતે સામેલ હોવાનો આરોપ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article