
America News: પાકિસ્તાનના (Pakistan) એક ડોક્ટરને ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંબંધ રાખવા અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવા બદલ 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા 31 વર્ષીય ડોક્ટરનું નામ મોહમ્મદ મસૂદ છે. કોર્ટના દસ્તાવેજો મુજબ મસૂદ પાકિસ્તાનમાં લાઈસન્સ પ્રાપ્ત તબીબી ડોક્ટર હતો અને H-1B વિઝા હેઠળ મિનેસોટાના રોચેસ્ટરમાં મેડિકલ ક્લિનિકમાં રિસર્ચ એસોસિયેટ તરીકે કામ કરતો હતો. મસૂદ 2020ની શરૂઆતમાં ISISના સંપર્કમાં આવ્યો હતો.
મસૂદે ગયા વર્ષે ઓગસ્ટમાં તેનો ગુનાનો સ્વીકાર કર્યો હતો અને વરિષ્ઠ ન્યાયાધીશ પોલ એ. મેગ્ન્યુસન સમક્ષ તેને સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ મસૂદે 18 વર્ષની સજાની સંપૂર્ણ મુદત પૂરી કરવી પડશે નહીં. સજા તરીકે તેને પાંચ વર્ષ સરકારી દેખરેખ હેઠળ પસાર કરવા પડશે. મસૂદે ઈન્ટરનેટ પર ખોટી ઓળખ હેઠળ અમેરિકા વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું હતું. તે સોશિયલ મીડિયા પર આઈએસના નેતૃત્વના સંપર્કમાં પણ હતો.
મસૂદે યુનાઈટેડ સ્ટેટ્સમાં “લોન વુલ્ફ” આતંકવાદી હુમલા કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેને આઈએસ નેતાઓને અમેરિકા પર હુમલો કરવાની અપીલ કરી હતી. મસૂદનો પ્લાન હતો કે તે એકલો તોડફોડ કરશે. તે વર્ષના ફેબ્રુઆરીમાં, મસૂદે શિકાગો, ઈલિનોઇસથી જોર્ડનની રાજધાની અમ્માનની પ્લેનની ટિકિટ ખરીદી. ત્યાંથી તેને સીરિયા જઈને આઈએસના કેમ્પમાં ટ્રેનિંગ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મસૂદે પોતાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો. કારણ કે જોર્ડન સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. મસૂદ થોડા મહિના પછી પકડાયો.
આ પણ વાંચો : London News: પૂર્વ લંડનના બિઝનેસ સેન્ટરની ટેરેસ પર લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં, જુઓ Video
જાન્યુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે મસૂદે આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે વિદેશ પ્રવાસની સુવિધા માટે એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. મસૂદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ (ISIS) માં જોડાવાની તેમની ઈચ્છાને લઈને અનેક નિવેદનો આપ્યા અને નિયુક્ત આતંકવાદી સંગઠન અને તેના નેતા પ્રત્યે વફાદારીનું વચન આપ્યું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો