અમેરિકાની નેન્સી પેલોસીએ તાઈવાનમાં મૂક્યો પગ, ચીને લશ્કરી હુમલાની આપી ધમકી!

અમેરિકાની (america) સંસદના નીચલા સદનની સ્પીકર નેન્સી પેલોસી (nancy pelosi) આજે તાઈવાન પહોંચી છે. તે ત્યાં ચીનની ધમકીઓને અવગણીને ગઈ હતી.

અમેરિકાની નેન્સી પેલોસીએ તાઈવાનમાં મૂક્યો પગ, ચીને લશ્કરી હુમલાની આપી ધમકી!
Nancy stepped into Taiwan
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:31 PM

આજે વિશ્વમાં ફરી વૈશ્વિક સ્તરે રાજકીય સંબંધો ગરમાયા છે. રુસ-યુક્રેન યુદ્ધ હજુ શાંત નથી થયુ, ત્યાં તો વિશ્વના બે મોટા દેશ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકાની (america) સંસદના નીચલા સદનની સ્પીકર નેન્સી પેલોસી (nancy pelosi) આજે તાઈવાન પહોંચી છે. તે ત્યાં ચીનની ધમકીઓને અવગણીને ગઈ હતી. તાઈવાનની ધરતી પર પગ મુકીને તેમણે પોતાનું પહેલુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે, મારી આ તાઈવાન મુલાકાત અમેરિકાની નીતિઓનું ઉલ્લંઘન નથી. તેઓ અહીં પહોંચતા જ ચીન ગુસ્સે થઈ ગયુ છે.

ચીને તાઈવાનને ઘેરી લીધું છે અને 6 સ્થળોએ લાઈવ ફાયર ડ્રીલની જાહેરાત કરી છે. ચીને વધુમાં કહ્યું હતું કે, અમે સાર્વભૌમત્વની રક્ષા માટે ચોક્કસ પગલાં લઈશું. તમને જણાવી દઈએ કે ચીન પોતાની વિસ્તારવાદી નીતિને કારણે પોતાના પડોશી દેશોનો દુશમન બનીને બેઠો છે. તેના અનેક દેશો સાથે સરહદ વિવાદ ચાલી રહ્યા છે. તે તાઈવનને પણ પોતાના કબજામાં તેવાની ફીરાકમાં છે. તેથી અમેરિકાના કોઈ પણ નેતાની તાઈવાન મુલાકાત ચીનને પંસદ નથી.

હમણા સુધીનો ઘટનાક્રમ

  1. તાઈવાનમાં અમેરિકાના મુખ્ય નેતાઓમાંના એક નેન્સી પેલોસીને જોવા ભારે ભીડ છે. આવતીકાલે તેઓ તાઈવાનના રાષ્ટ્રપતિને મળે તેવી શક્યતા છે. ચીને તાઈવાનને ઘેરવા માટે એક નકશો પણ જાહેર કર્યો છે. નેન્સી પેલોસી રાજધાની તાઈપેની ગ્રાન્ડ હયાત હોટલ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, અમેરિકા તાઈવાનના લોકોની સાથે છે.
  2. અમેરિકન નેતા નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને કારણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હાઈ એલર્ટ પર છે. ચીને કહ્યું છે કે તે તેની રાષ્ટ્રીય સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરશે અને બાહ્ય હસ્તક્ષેપ અને ષડયંત્રને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવશે.
  3. નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લેનારી સર્વોચ્ચ અમેરિકી અધિકારી બની ગઈ છે. ચીન દાવો કરી રહ્યું છે કે, તાઈવાન તેનો ભાગ છે. તે વિદેશી અધિકારીઓ દ્વારા તાઈવાનની મુલાકાતનો વિરોધ કરે છે કારણ કે તેને લાગે છે કે તે ટાપુના પ્રદેશને સાર્વભૌમ તરીકે માન્યતા આપવા સમાન છે.
  4. તાઈવાનના વડા પ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબ સાથે લંચ પર મુલાકાત કર્યા પછી પેલોસીના વિમાને મલેશિયન એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી. તાઈવાનના ત્રણ સૌથી મોટા અખબારોએ અજ્ઞાત સ્ત્રોતોને તરફથી માહિતી મળતા લખ્યું છે કે પેલોસી મંગળવારે રાત્રે તાઈવાનમાં રોકાઈ શકે છે.
  5. તાઈવાનની રાજધાની તાઈપેમાં આવેલી ગ્રાન્ડ હયાત હોટલની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને સુરક્ષા કડક કરવામાં આવી છે.