
અમેરિકાના મોન્ટાનાના કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર બે વિમાનો અથડાતા ભારે આગ લાગી. માહિતી મુજબ, લેન્ડિંગ માટે ઉતરી રહેલું એક નાનું વિમાન એરપોર્ટ પર પાર્ક કરાયેલા બીજા વિમાન સાથે અથડાયું. અથડામણ બાદ આગ ફાટી નીકળતાં એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. સદભાગ્યે, કોઈને ગંભીર ઇજા થઈ નથી.
આ બનાવ બપોરે અંદાજે 2 વાગ્યે થયો, જ્યારે ચાર લોકોને લઈને આવતું નાનું સિંગલ-એન્જિન વિમાન (સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ) કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું. લેન્ડિંગ દરમ્યાન આ વિમાન પાર્ક કરાયેલા બીજા વિમાન સાથે અથડાયું, જેના કારણે ભીષણ આગ લાગી.
BREAKING: MID-AIR DISASTER ON THE GROUND IN MONTANA
2 planes collided at Kalispell Airport, erupting into a massive fireball.
Details on casualties are still unknown, but rescue crews are flooding the scene in a major emergency response.
Source: @nicksortor pic.twitter.com/wf7CH0gslR
— Mario Nawfal (@MarioNawfal) August 11, 2025
સાક્ષીઓએ જણાવ્યું કે એક વિમાન અંદર આવ્યું અને રનવેના છેડે ક્રેશ થયું, બાદમાં તે બીજા વિમાન સાથે અથડાયું. ઉતરાણ કરતું વિમાન આગની ઝપેટમાં આવ્યું, પરંતુ પાઇલટ અને ત્રણેય મુસાફરો સુરક્ષિત બહાર નીકળી ગયા. બે મુસાફરોને નાની ઇજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અથડામણનો અવાજ સાંભળતાંજ તે સ્થળે પહોંચ્યો, ત્યાં કાળા ધુમાડાનો ઘેરો છવાયો હતો.
ગયા અઠવાડિયે અમેરિકાના ઉત્તરી એરિઝોનામાં પણ વિમાન દુર્ઘટના બની હતી. મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત થયા હતા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ વિમાન ફ્લેગસ્ટાફથી આશરે 200 માઇલ (321 કિ.મી.) ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ લોકો તબીબી સ્ટાફ હતા, જે એક દર્દીને લેવા હોસ્પિટલ જઈ રહ્યા હતા.
Published On - 4:23 pm, Tue, 12 August 25