
પાકિસ્તાનની બરાબર મધ્યમાં એક એવો ભાગ પણ છે જેને સ્વતંત્ર રાખવાની હિમાયત ખુદ મોહમ્મદ અલી જિન્હાએ કરી હતી. આ વિસ્તાર છે કલાત. આ ઘટનાક્રમને સમજવા માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે. એ તારીખ હતી 27 માર્ચ 1948, કલાતના એક મહેલમાં ખાન મીર અહમદ ખાન આરામ ફરમાવી રહ્યા હતા. સવારનો સમય હતો. બરાબર 9 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર પ્રસારિત થાય છે. પોતાના બિસ્તર પર સૂતેલા ખાનનો એક કાન એ સમયે રેડિયોના સમાચાર પર હતો અને એકાએક તેના પગતળેથી જમીન સરકવા લાગી. રેડિયો પર સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા કે ભારતે તેમના રજવાડાના વિલીનીકરણનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાંભળી ખાન ચોંકી ગયા. મુદ્દો એ ન હતો કે ભારતે પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પાકિસ્તાનને હવે રેડિયો દ્વારા તેની જાણ થઈ ચુકી હતી. તેના બીજા જ દિવસે પાકિસ્તાનની સેનાએ ખાનના રજવાડા પર હુમલો કરી દીધો. કલાતને સ્વતંત્ર રાખવાનું સપનું રોળાઈ ગયું. બલૂચિસ્તાનનો ઘટનાક્રમ કલાત એ પાકિસ્તાનના બલૂચિસ્તાન...
Published On - 7:11 pm, Sat, 15 March 25