અલ-કાયદા ચીફનો નવો વિડિયો જાહેર, કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે આપ્યું સ્ફોટક નિવેદન

|

May 07, 2022 | 3:11 PM

ભારત પર અલ-કાયદા ચીફ: વૈશ્વિક આતંકવાદી જૂથ અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનો એક વીડિયો (Al-Qaeda New Video) સામે આવ્યો છે, જેના દ્વારા તે ભારતમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

અલ-કાયદા ચીફનો નવો વિડિયો જાહેર, કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે આપ્યું સ્ફોટક નિવેદન
Ayman al-Zawahiri (ફાઇલ)

Follow us on

વૈશ્વિક આતંકવાદી જૂથ અલ-કાયદા (Al-Qaeda New Video)એ કાશ્મીરને લઈને વધુ એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં કલમ 370 હટાવવાને ‘મુસલમાનોના મોઢા પર થપ્પડ મારવા’ તરીકે ઓળખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરને  (Jammu Kashmir) બંધારણની કલમ 370 અને કલમ 35A હેઠળ વિશેષ દરજ્જો મળ્યો છે. વર્ષ 2019 માં, 5 ઓગસ્ટના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. હવે અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનો (Ayman al-Zawahiri)એક વીડિયો સામે આવ્યો છે.

જવાહિરીએ જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને સમર્થન આપવા બદલ આરબ દેશોની ટીકા કરી છે. સાથે જ તેણે જમ્મુ-કાશ્મીર અને પેલેસ્ટાઈનને એક- સમાન સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો અલ-કાયદાની મીડિયા વિંગ અસ-સાહબ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો વીડિયો બતાવવામાં આવ્યો છે. વિડિયોમાં લોકોને હિજાબ અને ભારતમાં હિંસાના અન્ય દ્રશ્યોની તરફેણમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

ભારતમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અલ-ઝવાહિરીએ ઈઝરાયેલ અને ભારતને એક સમાન દર્શાવવાનો પ્રયાસ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “દુશ્મન” ગણાવ્યા. તેણે કહ્યું કે કાશ્મીરની લડાઈ ‘મુસ્લિમો અને જેહાદની લડાઈ છે.’ વીડિયો દ્વારા આતંકી સંગઠન અલ-કાયદાએ ભારતમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. જવાહિરીએ કાશ્મીરના લોકોને હથિયાર ઉઠાવવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનના મોત બાદથી આ સંગઠન અલ-ઝવાહિરી ચલાવી રહ્યો છે. હાલમાં આ આતંકી કોઈ અજાણી જગ્યાએથી પોતાનું સંગઠન ચલાવી રહ્યો છે.

AQIS ની રચનાની જાહેરાત કરી

અગાઉ 2014માં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીએ AQISની રચનાની જાહેરાત કરી હતી. તેના વડા ભારતમાં જન્મેલા આશિમ ઉમરને બનાવવામાં આવ્યા હતા. તેનો હેતુ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સરકારો સામે જેહાદ છેડવાનો છે. જવાહિરીએ ભૂતકાળમાં પણ ઘણા વીડિયો જાહેર કર્યા છે. જેમાં તે લોકોને ભડકાવીને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરે છે. આ પહેલા પણ ઘણી વખત અલ-ઝવાહિરીના મોતના સમાચાર આવ્યા છે. પરંતુ તેના કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્રને લઈને આવા નિવેદનો આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આતંકવાદની દુનિયામાં આ એક મોટું નામ છે, જેને અત્યાર સુધી ગુપ્તચર અને તપાસ એજન્સીઓ મૃત સમજી રહી હતી.

Published On - 3:11 pm, Sat, 7 May 22

Next Article