Airstrike Between Gaza And Israel: હમાસની ધમકી બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર કર્યો રોકેટથી હુમલો

|

Feb 02, 2023 | 3:42 PM

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ વધી શકે છે. ગુરુવારે ઇઝરાયેલની સેનાએ હમાસના કબજા વાળી ગાઝા પટ્ટી પર રોકેટ વડે હુમલો કર્યો હતો. સેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવ્યું છે.

Airstrike Between Gaza And Israel: હમાસની ધમકી બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર કર્યો રોકેટથી હુમલો
હમાસની ધમકી બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર કર્યો રોકેટથી હુમલો
Image Credit source: Google

Follow us on

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા તણાવે ગુરુવારે ફરી એકવાર આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ઇઝરાયેલના વિમાનોએ ગુરુવારે ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓની જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, તેમની તરફથી આ બોમ્બમારો દેશના દક્ષિણમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલા રોકેટના જવાબમાં કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે આ રોકેટને તોડી પાડ્યું

ઈઝરાયેલી સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ બુધવારે ઇઝરાયેલના દક્ષિણમાં રોકેટ છોડ્યું હતું. જો કે, આ રોકેટથી કોઈ નુકસાન થયું ન હતું, કારણ કે ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે આ રોકેટને તોડી પાડ્યું હતું. સૈન્યએ જણાવ્યું હતું કે, હવાઈ હુમલાઓએ આતંકવાદી જૂથ હમાસના રોકેટ મેન્યુફેક્ચરિંગ વર્કશોપ (ગાઝા કબ્ઝાવાળા પ્રદેશમાં)ને નિશાન બનાવ્યું હતું. ત્યાં કાચા કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી.

ગયા અઠવાડિયે પણ ઈઝરાયેલે બોમ્બમારો કર્યો હતો

વેસ્ટ બેંકમાં લશ્કરી કાર્યવાહીમાં 10 પેલેસ્ટિનિયન માર્યા ગયા પછી ગાઝાના આતંકવાદીઓ અને ઇઝરાયેલે વચ્ચે ગયા અઠવાડિયે રોકેટથી હવાઈ હુમલા કર્યા હતો, જ્યારે આ વિસ્તારમાં મહિનાઓની શાંતિને ફરીથી અશાંતીમાં ફેલાણી હતી. ઇઝરાયેલમાં સ્થાનિકોએ વિસ્ફોટના અવાજ સાંભળ્યા હોવાની વાત કહી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈઝરાયેલે આ ધમકીનો આપ્યો જવાબ

ઈઝરાયેલની રાહત કાર્ય સેવા મુજબ 50 વર્ષની મહિલા સિવાય અન્ય કોઈ ઈજા પહોચી હોય એવી માહિતી મળી નથી. આશ્રયસ્થાન તરફ જતી વખતે મહિલા લપસીને પડી ગઈ હતી. હમાસના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગ્વિરએ ઇઝરાયેલને ધમકી આપી હતી, બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બેને ઈઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટાઈનીઓ સામે કડક વલણ અપનાવવાનું વચન આપ્યું હતું.

ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી

2015ના પરમાણુ કરાર પર પણ ઈરાન અને યુએસની આગેવાની હેઠળની વિશ્વ શક્તિઓ વચ્ચે વાટાઘાટો થવાની હતી, જે નિષ્ફળ ગઈ. ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ સામે આવી હતી, પરંતુ મંત્રણા રાઉન્ડ ટેબલ સુધી પહોંચી શકી ન હતી. આ દરમિયાન ઈરાને લાંબા અંતરના શસ્ત્રોનો ભંડાર બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં ઈરાને 600-1250 માઈલની રેન્જવાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

ઈરાન તેનો ઉપયોગ પરમાણુ હુમલા માટે કરી શકે

ઈરાને જાન્યુઆરી 2022માં એક રોકેટનું પરીક્ષણ કર્યું હતું, જેને ભારે ઉપગ્રહો લોન્ચ કરવા માટે બનાવવામાં આવ્યું છે. અમેરિકા આ ​​રોકેટને લઈને ચિંતિત છે કે ઈરાન તેનો ઉપયોગ પરમાણુ હુમલા માટે કરી શકે છે. એટલું જ નહીં, ઈરાને 1450 માઈલ રેન્જની મિસાઈલ પણ બનાવી છે, જે સપાટીથી સપાટી પર માર મારનારી બેલેસ્ટિક મિસાઈલ છે. તેના આધારે તે આગામી દિવસોમાં અમેરિકાને પણ ધમકી આપે છે.

Next Article