Imran Khan: જજના આદેશ બાદ કોર્ટના ગેટ પર હાજર થયા ઈમરાન ખાન, ત્યારબાદ લાહોર જવા થયા રવાના

|

Mar 18, 2023 | 8:01 PM

ઇમરાન ખાન કોર્ટમાં હાજર થયા બાદ દશેલ કોમ્પ્લેક્સથી પરત ફર્યા છે. એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાનને ગેટ પર હાજર થવા અને પરત ફરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ ઝફર ઈકબાલનું કહેવું છે કે, આશા છે કે કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં થશે.

Imran Khan: જજના આદેશ બાદ કોર્ટના ગેટ પર હાજર થયા ઈમરાન ખાન, ત્યારબાદ લાહોર જવા થયા રવાના
Image Credit source: Google

Follow us on

ઇમરાન ખાન હાજરી માટે ન્યાયિક પરિસરની બહાર છે. તે જ સમયે, ભારે પોલીસ ફોર્સ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ ચાલી રહી છે. કોર્ટે ગેટ પર ઈમરાન ખાનની હાજરી લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જે સંજોગો ઉભા થયા છે તેમાં સુનાવણી શક્ય નથી. પથ્થરમારો, ગોળીબારી કરવાની જરૂર નથી. કોર્ટે ગેટ પર જ સહી લેવા અને હાજરી માર્ક કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાચો: Pakistan: ઇમરાન ખાનના સમર્થકોનો વિરોધ, લાહોર શહેરમાં હિંસાના ભયાવહ દ્રશ્યો, જુઓ ફોટો

કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ ન્યાયિક સંકુલના ગેટ પર ગોળીબાર થયો હતો. ઈમરાનના સમર્થકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા, જે કોર્ટ રૂમની દિવાલો પર પડ્યા હતા. જેના કારણે કોર્ટ રૂમની અંદર ધુમાડો ફેલાઈ ગયો હતો અને બારીઓ પણ બંધ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

20 મિનિટથી ઉભો છું, મને હાજર થવા દેવાયો નથી, કોર્ટની બહાર ઉભેલા ઈમરાનનો ઓડિયો મેસેજ

ઈસ્લામાબાદના ન્યાયિક સંકુલમાં પહોંચેલા સેશન જજ ઝફર ઈકબાલ ઈમરાન ખાનની કોર્ટરૂમમાં હાજર થવાની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ તેણે કોર્ટ સ્ટાફને ઈમરાન ખાનને હાજર કરવા માટે પણ સૂચના આપી છે. મળતી માહિતી મુજબ તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ પ્રોડક્શન માટે ન્યાયિક પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર હતા.

આ દરમિયાન ઈમરાન ખાને એક ઓડિયો મેસેજ શેર કર્યો છે, જેમાં તે કહેતા સંભળાય છે કે ‘તેઓ નથી ઈચ્છતા કે હું કોર્ટમાં હાજર થઉં, આ લોકો મને હાજર થવા દેતા નથી.’ ન્યાયાધીશે પોલીસ સ્ટાફને ઈમરાનને SOP હેઠળ કોર્ટરૂમમાં લાવવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટનો સમય પૂરો થયો, જજે કહ્યું- જો કોઈને હાજર થવું હોય તો હું અહીં રાહ જોઈશ

ઈમરાન ખાન વિરુદ્ધ તોશાખાના ફોજદારી કેસની સુનાવણી શરૂ થઈ હતી. ઈમરાન ખાન હાજર ન થવાને કારણે જજે કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. ખાનગી ટીવી ડોન ન્યૂઝ અનુસાર એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલ કોર્ટરૂમમાં પહોંચ્યા હતા. જ્યારે તેણે સુનાવણી શરૂ કરી ત્યારે તેણે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે એવું નથી કે હું કહું છું કે બપોરે 3.30 વાગ્યા પછી મામલો ખતમ થઈ ગયો છે, જો કોઈ હાજર થવું હોય તો હું અહીં છું.

તે જ સમયે, ઈમરાન ખાનના વકીલ ખ્વાજા હરિસે કહ્યું કે, ઈમરાન ખાનને સુરક્ષા દળો દ્વારા રોકવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાન કોર્ટરૂમમાં પહોંચે ત્યાં સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

Next Article