9/11ના હુમલાની યોજના ઘડનારા જવાહિરીના ખાત્મા બાદ બિડેને કહ્યું- હવે ન્યાય થયો

|

Aug 02, 2022 | 9:40 AM

રાષ્ટ્રપતિ બિડેને (Joe Biden) કહ્યું, "શનિવારે, મારી સૂચનાઓ પર, યુનાઇટેડ સ્ટેટ્સે (US)કાબુલ, અફઘાનિસ્તાનમાં સફળતાપૂર્વક હવાઈ હુમલો કર્યો, જેમાં અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીને(Ayman al-Zawahiri) મારી નાખ્યા. હવે ન્યાય થયો છે."

9/11ના હુમલાની યોજના ઘડનારા જવાહિરીના ખાત્મા બાદ બિડેને કહ્યું- હવે ન્યાય થયો
After the killing of 9/11 mastermind Zawahiri, Biden said - Justice has been served
Image Credit source: AFP

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (US President Joe Biden)જાહેરાત કરી છે કે અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહરી કાબુલ (kabul)માં અમેરિકી ડ્રોન (US Drone)હુમલામાં માર્યા ગયા છે. તેમણે આ યુએસ ઓપરેશનને “ન્યાય” ગણાવ્યું હતું, જ્યારે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ પર 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલા હુમલાથી પીડિતોના પરિવારોને મોટી રાહત મળશે.

રાષ્ટ્રપતિ બિડેને સોમવારે સાંજે વ્હાઇટ હાઉસમાંથી આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે યુએસ ગુપ્તચર અધિકારીઓએ ખતરનાક આતંકવાદી અલ-ઝવાહરીને કાબુલ શહેરના એક ઘરમાં શોધી કાઢ્યો હતો જ્યાં તે તેના પરિવાર સાથે છુપાયો હતો. રાષ્ટ્રપતિ બિડેને ગયા અઠવાડિયે જ ઓપરેશનને મંજૂરી આપી હતી અને તે રવિવારે હાથ ધરવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાષ્ટ્રપતિ બિડેને ટ્વીટ કર્યું, “શનિવારે, મારા નિર્દેશો પર, યુનાઇટેડ સ્ટેટ્સે કાબુલ, અફઘાનિસ્તાનમાં સફળતાપૂર્વક હવાઈ હુમલો કર્યો, જેમાં અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનું મોત થયું. હવે ન્યાય થયો. “મેં અમેરિકન લોકોને વચન આપ્યું હતું કે અમે અફઘાનિસ્તાન અને તેનાથી આગળ અસરકારક આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ રાખીશું,” તેમણે કહ્યું. અમે આ કર્યું છે. જવાહિરી બિન લાદેનનો લીડર હતો. 9/11ના હુમલા દરમિયાન તે બિન લાદેનનો નાયબ હતો.

અલ-ઝવાહરી અને ઓસામા બિન લાદેને 9/11માં અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું, આ હુમલાઓ પછી જ સામાન્ય અમેરિકનોને અલ-કાયદા વિશે સૌપ્રથમ જાણ થઈ હતી. એક દાયકાના લાંબા પ્રયત્નો પછી, ઓસામા બિન લાદેન 2 મે 2011 ના રોજ યુએસ નેવીના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પાકિસ્તાનમાં માર્યો ગયો હતો.

આતંકવાદી નેતા હવે નહીં: બિડેન “તે ક્યારેય, ફરી ક્યારેય, અફઘાનિસ્તાનને આતંકવાદી સુરક્ષિત આશ્રયસ્થાન બનવાની મંજૂરી આપશે નહીં કારણ કે તે માર્યો ગયો છે અને અમે ખાતરી કરવા જઈ રહ્યા છીએ કે આવું કંઈપણ ફરી ન થાય,” બિડેને સફળ ઓપરેશન પછી કહ્યું. “આ આતંકવાદી નેતા હવે રહ્યા નથી,”  બે દાયકા લાંબા યુદ્ધ પછી યુએસ સૈનિકોના દેશ છોડ્યાના માત્ર 11 મહિના પછી, આ ઓપરેશનને બિડેન પ્રશાસન માટે આતંકવાદ સામેની મોટી જીત માનવામાં આવી રહી છે.

નામ ન આપવાની શરતે વાત કરનારા પાંચ લોકોના જણાવ્યા અનુસાર, આ હુમલો સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો. બિડેન કે વ્હાઇટ હાઉસે હુમલામાં સીઆઇએની સંડોવણી અંગે વિસ્તૃત માહિતી આપી નથી. ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ અલ ઝવાહિરી અલ કાયદાનો વડો બન્યો હતો.

Next Article