તાઈવાન બાદ હવે મલેશિયા ઉપર ચીનનો ડોળો, મલેશિયાની દરિયાઈ હદમાં યુદ્ધ જહાજો સાથે ઘૂસ્યુ ચીન

|

Oct 06, 2021 | 12:12 PM

દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા બર્નીયો ટાપુ ઉપર મલેશિયા દાવો કરે છે. આ ટાપુનો વિસ્તાર મલેશિયાના સ્પેશીયલ ઈકોનોમી ઝોનમાં આવે છે. થોડા સમય પહેલા અહીંયા ચીનના યુદ્ધ જહાજોની હિલચાલ જોવા મળી હતી

તાઈવાન બાદ હવે મલેશિયા ઉપર ચીનનો ડોળો, મલેશિયાની દરિયાઈ હદમાં યુદ્ધ જહાજો સાથે ઘૂસ્યુ ચીન
south china sea

Follow us on

South China Sea : દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા બર્નીયો ટાપુ ઉપર મલેશિયા દાવો કરે છે. આ ટાપુનો વિસ્તાર મલેશિયાના સ્પેશીયલ ઈકોનોમી ઝોનમાં આવે છે. થોડા સમય પહેલા અહીંયા ચીનના યુદ્ધ જહાજોની હિલચાલ જોવા મળી હતી. જેમા નૌસેનાની એક સર્વે બોટ સહિત ચીનના જહાજો મલેશિયાના સબા અને સરાવકમાં જોવા મળ્યા હતા.

મલેશિયા (Malaysia) અને ચીન (China) વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. તાજેતરમાં મલેશિયાના વિદેશ મંત્રાલય દ્વારા ચીનના રાજદૂત આંગ યુજીનને બોલાવવામાં આવ્યા હતા. આ વર્ષે જૂન પછી આ બીજી વખત હતું જ્યારે મલેશિયાએ ચીની રાજદૂતને આ રીતે બોલાવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં(South China Sea) તેના વિશેષ આર્થિક ઝોન (SEZ) માં ચીનના જહાજની હાજરી બાદ મલેશિયા ગુસ્સે થયું છે. મલેશિયાએ આ પગલું માત્ર આ ઘટના પર વિરોધ નોંધાવવાના હેતુથી લીધું છે. મલેશિયા છેલ્લા ઘણા દિવસોથી તેના સૌથી મોટા વેપાર ભાગીદાર સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનમાં સ્થિત સબા અને સરાવકમાં તણાવપૂર્ણ ઘટના બાદ પણ કુઆલાલંપુર રાજકીય સંયમનો ઉપયોગ કરી રહ્યું છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

મલેશિયાએ કહ્યું – ચીને કાયદો તોડ્યો
દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા બર્નીયો ટાપુ ઉપર મલેશિયા દાવો કરે છે. આ ટાપુનો વિસ્તાર મલેશિયાના સ્પેશીયલ ઈકોનોમી ઝોનમાં આવે છે. થોડા સમય પહેલા અહીંયા ચીનના યુદ્ધ જહાજોની હિલચાલ જોવા મળી હતી. જેમા નૌસેનાની એક સર્વે બોટ સહિત ચીનના જહાજો મલેશિયાના સબા અને સરાવકમાં જોવા મળ્યા હતા.

જો મલેશિયાની વાત માની લેવામાં આવે તો આવું કરીને ચીને 1982 માં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર પરનો કાયદો તોડ્યો છે. મલેશિયાના વિદેશ વિભાગ દ્વારા તાજેતરની ઘટના અંગે નિવેદન જારી કરવામાં આવ્યું છે. જોકે, ઘટના સમયે ચીનના કેટલા જહાજો હાજર હતા તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

જૂનમાં પણ પરિસ્થિતિ તંગ હતી.
આ વર્ષે જૂનમાં ચીન અને મલેશિયા વચ્ચે સ્થિતિ તંગ બની હતી જ્યારે ચીને મલેશિયા પર તેના હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરીનો આરોપ લગાવ્યો હતો. મલેશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે તેણે ચીની એરફોર્સ પરિવહન વિમાનોને અટકાવ્યા બાદ તેનું ફાઇટર જેટ મોકલ્યું હતું.

આ ઘટના બાદ ચીને ખુલાસો આપવો પડ્યો હતો. ચીને કહ્યું હતું કે તેના વિમાન નિયમિત તાલીમ લઈ રહ્યા છે. મલેશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે બોર્નીયો ઉપર ચીની જેટને અટકાવવામાં આવ્યા છે.

ચીને 16 લડાકુ વિમાનો મોકલ્યા હતા
મલેશિયાના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો કે 16 ચીની લડાકુ વિમાનો તેમના દેશની સરહદમાં ઘુસી ગયા છે. તેમણે કહ્યું હતું કે સરકારે ચીન સામે ફરિયાદ નોંધાવી છે અને ચીનના રાજદૂતને બોલાવ્યા છે. તે સમયે, ચીની દૂતાવાસ વતી કહેવામાં આવ્યું હતું કે આ પ્રવૃત્તિઓ ચાઇનીઝ એરફોર્સની નિયમિત ફ્લાઇટનો ભાગ છે અને તેમના દ્વારા કોઇપણ દેશને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ Arvind Trivedi Died: પ્રિય રાવણ ઉર્ફ અરવિંદ ત્રિવેદીના મૃત્યુથી આઘાતમાં ફિલ્મી હસ્તીઓ, સહ કલાકારોએ પણ શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચોઃ RCB vs SRH, IPL 2021 Match Prediction:વિરાટના ચેલેન્જર્સ 100મી જીતના ઇરાદા સાથે ઉતરશે, હૈદરાબાદને હરાવીને લક્ષ્ય પુરુ કરશે

Next Article