Vladimir Putin: તપાસ બાદ મોટો ખુલાસો, વ્લાદિમીર પુતિનના હાર્ટ એટેકના ફોટા AI જનરેટ હતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વાયરલ થઈ રહેલા ફોટા અને વીડિયો અધિકૃત નથી અને તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે.

Vladimir Putin: તપાસ બાદ મોટો ખુલાસો, વ્લાદિમીર પુતિનના હાર્ટ એટેકના ફોટા AI જનરેટ હતા
Image Credit source: Google
| Edited By: | Updated on: May 14, 2023 | 6:06 PM

પોતાની ફિટનેસ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થયેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો હાથ ધ્રૂજતો જોઈ શકાય છે. આ વીડિયોમાં વ્લાદિમીર પુતિનનો હાથ ખરાબ રીતે ધ્રૂજી રહ્યો છે અને વ્લાદિમીર પુતિન જમીન પર પડતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાચો: Drone strike on Kremlin: જીવલેણ હુમલા બાદ વ્લાદિમીર પુતિન બંકરમાં શિફ્ટ, યુક્રેને હુમલાનો ઇનકાર કર્યો, જાણો અપડેટ્સ

આ વીડિયો બાદથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ છે. વ્લાદિમીર પુતિનના હાર્ટ એટેકના સમાચાર પણ સામે આવ્યા હતા. જે બાદ હકીકત તપાસમાં સામે આવ્યું કે વાયરલ થઈ રહેલા આ વીડિયો અને ફોટા સાચા નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેને જનરેટ કરવામાં આવ્યા છે.

 તપાસ બાદ આ વાત સામે આવી છે

ઈન્ડિયા ટુડેના ફેક્ટ ચેક મુજબ, વાયરલ થઈ રહેલા ફોટા અને વીડિયો અધિકૃત નથી અને તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ સાથેની મુલાકાત દરમિયાન સતત ટેબલ પકડી રહ્યા છે. તે જ સમયે, તેના જમણા હાથનો માત્ર અંગૂઠો થોડો હલતો હતો અને તેમનો ચહેરો પણ ખૂબ જ સૂજી ગયો હતો.

આ તસવીરો અધિકૃત નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી

આ વીડિયો પછી એક ટ્વિટર યુઝરે ધ મોસ્કો ટાઈમ્સ અખબારનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેની હેડલાઈનમાં પુતિનને હાર્ટ એટેક આવ્યો હતો. અન્ય એક યુઝરે લખ્યું કે પુતિન પૂર્વ સોવિયેત સભ્યો સાથે મોડી રાતની મીટિંગ દરમિયાન પડી ગયા હતા. જે બાદ જાણવા મળ્યું કે આ તસવીરો અધિકૃત નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી છે. આ પહેલીવાર નથી, અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના AI જનરેટ કરેલા ફોટા વાયરલ થયા હતા, જેમાં પોલીસ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરતી જોવા મળી હતી.

મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના બિલ્ડીંગ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં તેમના બિલ્ડીંગ પર લગાવવામાં આવેલો ધ્વજ સળગી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો