રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આર્મી કમાન્ડર-ઇન-ચીફ સ્વાગત સમારોહમાં હાજરી આપી. આ દરમિયાન ટ્રમ્પ તલવાર સાથે નાચતા જોવા મળ્યા. તેમણે હાતમાં તલવાર લઈ નાચતા નાચતા કેક પણ કાપી હતી. ટ્રમ્પની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
સ્ટેજ પર પહોંચ્યા પછી, બંનેએ ડાન્સ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ પણ હાજર રહ્યા હતા.
TRUMP SHOWS OFF SWORD SKILLS AND DANCE MOVES
Trump livened up the Commander-in-Chief ball by wielding a ceremonial saber to cut the military-themed cake, then breaking into his signature YMCA dance.pic.twitter.com/OY2R5QDNPn https://t.co/3EqKtBq6po
— Mario Nawfal (@MarioNawfal) January 21, 2025
BREAKING: Trump and JD Vance do the inaugural cutting of the cake. Both of them wish they had sharper swords! pic.twitter.com/JqNuxwsmhP
— Autism Capital (@AutismCapital) January 21, 2025
લિબર્ટી બોલ, કમાન્ડર-ઇન-ચીફ બોલ અને સ્ટારલાઇટ બોલ. ટ્રમ્પે લિબર્ટી બોલ દરમિયાન તમામ લશ્કરી કર્મચારીઓનો આભાર માન્યો. ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, “આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની તાકાતની ઉજવણી કરીએ છીએ. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે એવા પુરુષો અને સ્ત્રીઓનો આદર કરીએ જે આપણને સુરક્ષિત રાખે છે.”
સમારંભ દરમિયાન ટ્રમ્પે જનમેદનીને સંબોધિત કરી, બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને યુએસ સૈન્યને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્થાપિત લશ્કરી શાખા, સ્પેસ ફોર્સનો ખાસ ઉલ્લેખ કર્યો.
“આપણે સૈન્યને એટલું મજબૂત બનાવવા જઈ રહ્યા છીએ કે આપણે તેનો ઉપયોગ ન કરવો પડે,” ટ્રમ્પે જાહેરાત કરી, જેના પર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી આનંદ વ્યક્ત કર્યો. દેશભક્તિની ભાવના સાથે પોતાનું ભાષણ સમાપ્ત કરતા તેમણે કહ્યું, “ભગવાન તમને આશીર્વાદ આપે, ભગવાન આપણા સશસ્ત્ર દળોને આશીર્વાદ આપે, અને ભગવાન અમેરિકાને આશીર્વાદ આપે .
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ચૂંટણી જીત પાછળનું મુખ્ય કારણ સૈન્ય સાથેનું તેમનું સંકલન હતું. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ માટે પોતાની પસંદગીની પ્રશંસા કરતા, ટ્રમ્પે સશસ્ત્ર દળોનું પુનર્નિર્માણ કરવાનું વચન આપ્યું હતું જેથી તેઓ “વિશ્વની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી સૈન્ય” બને. તેમણે નવા “આયર્ન ડોમ” માટેની યોજનાઓનો પણ સંકેત આપ્યો, અને વચન આપ્યું કે દેશ ફક્ત “અમેરિકાના દુશ્મનોને હરાવવા” પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Published On - 3:01 pm, Tue, 21 January 25