Afghanistan War: અફઘાનિસ્તાનથી અમેરીકી સેનાની વાપસી બાદથી અફઘાનિસ્તાનમાં ગૃહયુધ્ધ ફાટી નીકળ્યુ છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ગૃહ યુધ્ધ વચ્ચે તાલીબાનોએ અફઘાનિસ્તાનનાં મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે. ત્યારે તાલીબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ પોતાની પકડ જમાવી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્પતિ દ્વારા રાજીનામુ આપ્યા અને અફઘાન સરકારના સરેન્ડર કર્યા ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનનાં નવા મુખ્યાના પદ માટે એક નામ ચર્ચાય રહ્યુ છે.
પૂર્વ ગૃહમંત્રી અલી અહમદ જલાલી(Former Interior Minister Ali Ahmed Jalali) અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરી શકે છે.તાલિબાને રવિવારે રાજધાની કાબુલમાં પ્રવેશતાની સાથે જ શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરી છે. આવી સ્થિતિમાં અહમદ જલાલીને નવી સરકારના વચગાળાના વડા તરીકે પસંદ કરી શકાય છે.
અહેમદ જલાલી અમેરિકામાં ભણેલા છે અને અફઘાન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે જલાલીએ જર્મનીમાં પૂર્વ અફઘાન રાજદૂત તરીકે પણ સેવા આપી છે.એટલું જ નહીં, જલાલી સૈન્યમાં ભૂતપૂર્વ કર્નલ પણ રહી ચૂક્યા છે અને સોવિયત આક્રમણ દરમિયાન પેશાવરમાં અફઘાન રેજિસ્ટેંસ હેડક્વાટરમાં ટોચના સલાહકાર હતા.
અહેમદ જલાલીનો જન્મ કાબુલમાં થયો હતો
અલી અહમદ જલાલીનો જન્મ કાબુલમાં થયો હતો, પરંતુ 1987 થી યુએસ નાગરિક હતા અને મેરીલેન્ડમાં રહેતા હતા. તેઓ 2013માં અફઘાનિસ્તાન પરત ફર્યા હતા.જે બાદ તેમને અહીંની સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2004 માં પણ તેઓ ગૃહ મંત્રી તરીકે ચૂંટાયા અને 2005 સુધી આ પદ પર રહ્યા.
તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પર કબ્જો જમાવી લીધો છે
તાલિબાન રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની હદમાં પ્રવેશ્યા છે.દેશ પર ઉગ્રવાદીઓની પકડ વચ્ચે ગભરાયેલા સરકારી કર્મચારીઓ કચેરીઓમાંથી ભાગી ગયા હતા.આ દરમિયાન, અમેરિકી દૂતાવાસ ખાતે હેલિકોપ્ટર આવી ગયા છે. તાલિબાનો કલાકાન, કારાબાગ અને પાઘમાન જિલ્લામાં હાજર છે. ઉગ્રવાદીઓએ અગાઉ જલાલાબાદ પર કબજો કર્યો હતો.
Published On - 9:45 pm, Sun, 15 August 21