Afghanistan : વિદ્યાર્થિનીઓ પર ફિદાયીન હુમલો, મહિલાઓ રસ્તા પર ઉતરી, કહ્યું- આ હત્યાકાંડ બંધ કરો

|

Oct 02, 2022 | 2:56 PM

Afghanistan : દસ્તી બરાચીમાં શિક્ષણ કેન્દ્ર પર થયેલા હુમલાનો મહિલાઓ વિરોધ કરી રહી હતી. આ આત્મઘાતી હુમલામાં 20 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ ખાસ સમુદાયની હતી.

Afghanistan : વિદ્યાર્થિનીઓ પર ફિદાયીન હુમલો, મહિલાઓ રસ્તા પર ઉતરી, કહ્યું- આ હત્યાકાંડ બંધ કરો
અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરોધ કરી રહી છે
Image Credit source: AFP

Follow us on

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં (KABUL) શનિવારે ડઝનબંધ મહિલાઓ (WOMEN) રસ્તા પર ઉતરી આવી હતી. આ મહિલાઓ દસ્તી બરાચીમાં શિક્ષણ કેન્દ્ર પર થયેલા હુમલાનો વિરોધ કરી રહી હતી. આ આત્મઘાતી હુમલામાં 20 વિદ્યાર્થિનીઓના મોત થઇ ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ ખાસ સમુદાયની હતી. શુક્રવારે શહેરના દાસ્તી બરાચી વિસ્તારમાં એક સ્ટડી હોલમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. હુમલા સમયે હોલમાં સેંકડો વિદ્યાર્થિનીઓ હાજર હતી. વિદ્યાર્થિનીઓ અહીં યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પશ્ચિમ વિસ્તાર વાસ્તવમાં શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા હજારા સમુદાયનો છે જ્યાં હુમલો થયો હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં થયેલા સૌથી ઘાતકી હુમલામાં તેઓને નિશાન બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમુદાય પર સદીઓથી અત્યાચાર થઈ રહ્યો છે. પોલીસે આ હુમલામાં 20 લોકોના મોતની જાણ કરી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 24 લોકોના મોતની જાણ કરી હતી. આ હુમલા બાદ શનિવારે અહીં લગભગ 50 મહિલાઓએ ‘હઝારાનો નરસંહાર બંધ કરો, શિયા હોવું ગુનો નથી’ના નારા લગાવ્યા હતા.

હજારા સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

કાળા હિજાબ પહેરેલી આ મહિલાઓએ હાથમાં બોર્ડ પકડ્યા હતા. આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, ‘હઝારાને મારવાનું બંધ કરો.’ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે તે જગ્યાએ પોતાને ઉડાવી દીધો હતો. જ્યાં મહિલા વિભાગ બનાવવામાં આવ્યો હતો. હોલમાં પુરૂષો અને મહિલાઓના અલગ અલગ વિભાગો હતા. બીજી તરફ વિરોધ કરી રહેલી યુવતી ફરઝાના અહમદીએ કહ્યું, ‘ગઈકાલે હુમલો હજારા સમુદાય અને હજારા મહિલાઓ પર કરવામાં આવ્યો હતો.’ તેણે કહ્યું, ‘અમારી માંગ છે કે હજારાનો આ નરસંહાર બંધ થવો જોઈએ. અમે આ વિરોધ અમારા અધિકાર માટે કર્યો છે.

વિરોધ કરી રહેલી મહિલાઓ તાલિબાનથી પણ ડરતી ન હતી

પ્રદર્શન દરમિયાન મહિલાઓ હોસ્પિટલ પહોંચી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન અહીં તાલિબાનના હથિયારોથી સજ્જ લોકો હાજર હતા. અહેવાલો અનુસાર તેમની પાસે મોટા પ્રમાણમાં હથિયારો હતા. જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે, ત્યારથી અહીં મહિલાઓ માટે પ્રદર્શન કરવું ખૂબ જોખમી બની ગયું છે. હજુ સુધી કોઈ જૂથે શુક્રવારના હુમલાની જવાબદારી લીધી નથી.

Published On - 2:56 pm, Sun, 2 October 22

Next Article