Kabul airport blast live Update : કાબુલ એરપોર્ટ પાસે ત્રીજો આત્મઘાતી હુમલો, ISISએ લીધી હુમલાની જવાબદારી

|

Aug 27, 2021 | 12:10 AM

કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો, નાના હથિયારોથી ફાયરિંગ, અનેક લોકોના મોત

Kabul airport blast live Update : કાબુલ એરપોર્ટ પાસે ત્રીજો આત્મઘાતી હુમલો, ISISએ લીધી હુમલાની જવાબદારી
kabul airport

Follow us on

યુરોપિયન દેશોએ ગુરુવારે અફઘાનિસ્તાનથી (Afghanistan) લોકોને હવાઈ માર્ગે ખસેડવા માટે દિવસો ટૂંકા કરવાની ચેતવણી આપી હતી, જ્યારે એક બ્રિટિશ અધિકારીએ ચેતવણી આપી હતી કે ટૂંક સમયમાં કાબુલ એરપોર્ટ પર હુમલો થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ કાબુલ એરપોર્ટ દ્વારા દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

ફ્રાન્સે કહ્યું કે તે શુક્રવાર રાતથી અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાનું બંધ કરશે, જ્યારે ડેનમાર્કે કહ્યું કે કાબુલ એરપોર્ટ પરથી તેની છેલ્લી ફ્લાઇટ રવાના થઈ ગઈ છે.

આ વચ્ચે ખબર આવી છે કે, કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે.  ઘણા લોકોના ઘાયલની  આશંકા  છે.  પેન્ટાગોને હુમલાની પુષ્ટિ કરી છે. અગાઉ, એક ઇટાલિયન લશ્કરી વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટ થયો છે. મૃત્યુઆંકની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને માહિતી મળતાં જ જાણ કરીશું.

ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યા છે. થોડા સમય પહેલા કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ રાહત હતી કે ફાયરિંગમાં વિમાન અને તેના પર બેઠેલા લોકોને કોઈ નુકસાન થયું નથી.

નોંધપાત્ર બાબત એ છે કે અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો પાછા હટી ગયા છે. 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકા અફઘાનિસ્તાનથી તેના તમામ સૈનિકોને પાછા ખેંચવા સંમત થયું છે. અમેરિકન સૈનિકો પાછી ખેંચાયા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોનો કબજો લેવાનું શરૂ કર્યું. તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યો કે તરત જ તાલિબાને આગામી સરકાર રચવાનું શરૂ કર્યું. માનવામાં આવે છે કે થોડા દિવસો બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર આવશે.

અગાઉ, બ્રિટનના સશસ્ત્ર દળ મંત્રી જેમ્સ હેપ્પીએ આજે ​​કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલા અંગે સનસનીખેજ દાવો કર્યો હતો. જેમ્સ હેપ્પીએ કહ્યું હતું કે કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગંભીર ભયનો આ ખૂબ જ વિશ્વસનીય રિપોર્ટ છે. મંત્રી જેમ્સ હેપ્પીએ કાબુલમાં વિદેશી નાગરિકોને ચેતવણી આપી હતી કે થોડા કલાકોમાં કાબુલ એરપોર્ટ પર હુમલો થઈ શકે છે.

બીજી બાજુ, કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાની સંભાવનાને જોતા ત્રણ દેશોએ તેમના નાગરિકોને તાત્કાલિક એરપોર્ટ છોડવા ચેતવણી આપી છે. યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાએ કાબુલ એરપોર્ટની આસપાસ હાજર તેમના નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા માટે કહ્યું છે. આ પાછળ ISISનો હાથ હોવાની વાત સામે આવી છે .

તાલિબાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  કહ્યું કે- 13 લોકોના મોત  થયા છે.  વધુ જાણકારી મળી શકી નથી.

કાબુલ એરપોર્ટ પર સ્થિતિ નિયંત્રણની બહાર- ફ્રાન્સ 

તાલિબાનોએ ઇમરજન્સી બેઠક બોલાવી છે.- સૂત્ર 

વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Aug 2021 09:13 PM (IST)

    કાબુલ એરપોર્ટ બહાર ISISના આતંકીઓ હાજર

    કાબુલ એરપોર્ટ બહાર ISISના આતંકીઓ હાજર જોવાની માહિતી સામે આવી છે.

  • 26 Aug 2021 09:10 PM (IST)

    કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશન કામગીરી અટકાવી

    કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશન કામગીરી અટકાવી દીધી છે.  અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • 26 Aug 2021 09:06 PM (IST)

    સિરિયલ બ્લાસ્ટમાં 52 લોકોના મોત- tolo news

    સિરિયલ બ્લાસ્ટમાં 52 લોકોના મોત નિપજ્યા છે.  જયારે ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 26 Aug 2021 09:04 PM (IST)

    હુમલા બાદ તાલિબાનોએ સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો

    અફઘાનિસ્તાનમાં 3 આત્મઘાતી હુમલા બાદ તાલિબાનોએ સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો છે.

  • 26 Aug 2021 09:01 PM (IST)

    આત્મઘાતી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ બધા કાર્યક્રમ રદ કર્યા

    આત્મઘાતી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ બધા કાર્યક્રમ રદ કર્યા છે. અમેરિકાના નાગરિકોના પણ આ હુમલામાં મોત થયા છે.

  • 26 Aug 2021 09:00 PM (IST)

    આત્મઘાતી હુમલા બાદ તાલિબાને ઇન્ટરનેટ સેવા બંધ કરી

    તાલિબાનના આત્મઘાતી હુમલા બાદ તાલિબાને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

  • 26 Aug 2021 08:57 PM (IST)

    વિસ્ફોટોમાં અમેરિકી નાગરિકો માર્યા ગયા: પેન્ટાગોન

    અમેરિકી સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટોમાં અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે. સાથે જ તાલિબાને કહ્યું છે કે અમે અમેરિકન સૈનિકોને વિસ્ફોટો અંગે ચેતવણી આપી હતી.

  • 26 Aug 2021 08:57 PM (IST)

    રુટની બાઉન્ડરી વાળી રમત જારી

    રુટે સિરાજની ઓવરમાં જ વધુુ એક ચોગ્ગો લગાવ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનીંગની આ 100 મી ઓવરનો અંતિમ બોલ હતો.

     

    ઇંગ્લેન્ડ 313-3

  • 26 Aug 2021 08:56 PM (IST)

    કાબુલ એરપોર્ટની બહાર સીરિયલ બ્લાસ્ટ, ઘણા અમેરિકી નાગરિકોના મોત

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે સિરિયલ બ્લાસ્ટ થયા હતા. ત્રીજો હુમલો પણ થયો છે.

Published On - 7:18 pm, Thu, 26 August 21