Afghanistan crisis : અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાબુલ છોડવા પાછળ ગણાવ્યું આ મોટું કારણ

|

Dec 31, 2021 | 8:03 AM

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જણાવ્યું હતું કે તે દિવસે સવારે પણ મને ખ્યાલ નહોતો કે હું બપોર બાદ ચાલ્યો જઈશ.

Afghanistan crisis : અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાબુલ છોડવા પાછળ ગણાવ્યું આ મોટું કારણ
Ashraf Ghani ( File photo)

Follow us on

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો ત્યારે જ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની (Former President Ashraf Ghani) દેશ છોડીને ચાલ્યા ગયા હતા. આ આ બાદ હવે તેને દેશ છોડવાનું કારણ જણાવ્યું છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાન ખૂબ જ નજીક આવતાં તેમની પાસે અચાનક કાબુલ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

આ સાથે જ તેમણે શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ પર સમજૂતીની વાતને નકારી કાઢી હતી. અશરફ ગનીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે એક સલાહકારે તેમને રાજધાની કાબુલ છોડવી કે નહીં તે નક્કી કરવા માટે માત્ર થોડી મિનિટો આપી હતી.

તે જ સમયે તેણે કાબુલ છોડતી વખતે તેની સાથે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લેવાના આરોપોને પણ નકારી કાઢ્યા. 15 ઓગસ્ટના રોજ અશરફ ગનીના અફઘાનિસ્તાનમાંથી અચાનક અને ગુપ્ત રીતે ચાલ્યા જતા અરાજક સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે અમેરિકા અને નાટો દળો અફઘાનિસ્તાનમાંથી પાછા જવાના અંતિમ તબક્કામાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તે દિવસે સવારે પણ મને ખ્યાલ નહોતો કે હું બપોરે જતો રહીશ. જો કે, અશરફ ગનીના દાવા ભૂતકાળમાં આવેલા અન્ય નેતાઓના નિવેદનોથી વિપરીત છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

કાબુલને બરબાદીથી બચાવવા દેશ છોડ્યોઃ અશરફ ગની

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​આ મહિનાની શરૂઆતમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અશરફ ગનીની અચાનક વિદાયથી સરકારી વાટાઘાટોકારો માટે તાલિબાન સાથે વાતચીત કરવાની તકો બરબાદ થઈ ગઈ છે. જો કે, બ્રિટિશ જનરલ સર નિક કાર્ટર સાથેની એક મુલાકાતમાં અશરફ ગનીએ કહ્યું હતું કે તેઓ કાબુલને બરબાદીથી બચાવવા માટે દેશ છોડી ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે બે હરીફ તાલિબાન જૂથો શહેરમાં પ્રવેશવા માટે તૈયાર છે અને તેઓ સત્તા પર નિયંત્રણ મેળવવા માટે ભીષણ યુદ્ધ લડવાનો ઇરાદો ધરાવે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ

માત્ર બે દિવસ પહેલા ભૂતપૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીનો વિશ્વભરના સ્વતંત્ર મીડિયા આઉટલેટ્સ માટે બિન-નફાકારક તપાસ સમાચાર રિપોર્ટિંગ પ્લેટફોર્મ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) દ્વારા વર્ષના વિશ્વના સૌથી ભ્રષ્ટ નેતાઓ પૈકી એક નેતા તરીકે સમાવેશ થયો છે.

આ પણ વાંચો : Kader Khan Death Anniversary: 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કાદર ખાને છોડી દીધું હતું વિલનના રોલ નિભાવવાનું, આ બાદ બની ગયા કોમેડી કિંગ

આ પણ વાંચો : Blast In Pakistan : ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થવાથી ચારના મોત, 15 લોકો ઘાયલ

Next Article