Afghanistan Crisis: G7 દેશના નેતાઓ સાથે અફઘાનિસ્તાનની નીતિ પર વાત કરશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, મંગળવારે યોજાશે ઓનલાઈન બેઠક

|

Aug 23, 2021 | 7:07 AM

G7 દેશના નેતાઓ અફઘાન શરણાર્થીઓને માનવીય સહાય અને સહયોગ પૂરી પાડવાની યોજનાઓ ઉપર પણ ચર્ચા કરશે.

Afghanistan Crisis: G7 દેશના નેતાઓ સાથે અફઘાનિસ્તાનની નીતિ પર વાત કરશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, મંગળવારે યોજાશે ઓનલાઈન બેઠક
Us President Joe Biden

Follow us on

Afghanistan Crisis: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Us President Joe Biden) 24 ઓગસ્ટના રોજ જી 7 સભ્ય દેશો (G7 Countries) ના નેતાઓ સાથે અફઘાનિસ્તાન નીતિ પર નજીકથી સંકલન પર ચર્ચા કરવા ડિજિટલ બેઠક કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ રવિવારે આ માહિતી આપી હતી.

પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન 24 ઓગસ્ટના રોજ અન્ય G7 નેતાઓ સાથે ડિજિટલ બેઠક કરી શકે છે.

એમ પણ કહ્યું કે આ નેતાઓ અફઘાનિસ્તાન નીતિ પર તેમનો કોર્ડીનેશન ચાલુ રાખવા અને અમારા નાગરિકો, છેલ્લા બે દાયકાઓથી અમારી સાથે ઉભા રહેલા બહાદુર અફઘાન અને ત્યાંથી અન્ય નબળા અફઘાન નાગરિકોને બહાર કાઢવા ચર્ચા કરશે. તેમણે કહ્યું કે G7 નેતાઓ અફઘાન શરણાર્થીઓને માનવીય સહાય અને સહયોગ પૂરી પાડવાની યોજનાઓ પર પણ ચર્ચા કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુ એસ સેક્રેટરી ઓફ અમેરિકા, કાબુલ એરપોર્ટ પરની પરિસ્થિતિને અતિ અસ્થિર ગણાવી

આ સપ્તાહે બ્રિટેનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ઇટાલિયન વડા પ્રધાન મારિયો ડ્રેગી સાથે G7 નેતાઓ સાથે બાઈડેનની ફોન વાતચીતને અનુસરશે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને રવિવારે કાબુલ એરપોર્ટ પરની પરિસ્થિતિને “અતિ અસ્થિર” ગણાવી હતી જ્યાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હજારો વિદેશીઓ અને અફઘાન નાગરિકો દેશ છોડવાનો ભયાનક પ્રયાસ કરી રહ્યા છે.

વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એરપોર્ટની બહાર એન્ટ્રી પોઈન્ટ પર ભીડ એકઠી થઈ ગઈ છે. આ એક અતિ અસ્થિર પરિસ્થિતિ છે. આ દુ:ખી લોકોની દર્દનાક તસ્વીરો છે અને અત્યારે તેના માટે બનતી તમામ કોશિશ કરવી અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

શું છે G7 ?

G-7 વિશ્વના સાત સૌથી મોટા કહેવાતા વિકસિત અને અદ્યતન અર્થતંત્રો ધરાવતા દેશોનું જૂથ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. તેને ગ્રુપ ઓફ સેવન પણ કહેવામાં આવે છે.

જૂથ પોતાને “કૉમ્યુનિટી ઓફ વેલ્યુઝ” એટલે કે મૂલ્યોનો આદર કરતો સમુદાય માને છે. સ્વતંત્રતા અને માનવ અધિકારો, લોકશાહી અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ અને ટકાઉ વિકાસનું રક્ષણ તે તેના મુખ્ય સિદ્ધાંતો છે.

શરૂઆતમાં તે છ દેશોનું જૂથ હતું, જેની પ્રથમ બેઠક 1975 માં યોજાઈ હતી. આ બેઠકમાં વૈશ્વિક આર્થિક કટોકટીના સંભવિત ઉકેલો પર વિચાર કરવામાં આવ્યો હતો. પછીના વર્ષે કેનેડા આ જૂથમાં જોડાયું અને આમ G-7 બન્યું.

 

આ પણ વાંચો: Cloudburst in Ladakh: લદ્દાખમાં આભ ફાટવાની ઘટના બાદ ફસાયેલા 17 લોકોનું કરાયું રેસ્ક્યુ, ITBPએ કરી પોલીસની મદદ

આ પણ વાંચો: ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે

 

 

Next Article