જ્યારથી તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો છે, ત્યારથી નાગરિકોમાં ડરનો માહોલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા બાદ ઘણા દેશોની ફ્લાઈટ પણ બંધ થઈ ચુકી છે. જે લોકોએ તાલિબાન સરકારનો પાછલો કાર્યકાળ જોયો છે, તેઓને તેમની સ્વતંત્રતા અને અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
જો કે, તાલિબાન દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે નવી સરકાર અગાઉની સરકારની તુલનામાં ઉદાર હશે. આ દરમિયાન તાલિબાને સ્થાનિક અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં સુધી અફઘાનિસ્તાનની “ટોચની અદાલત” જાહેરમાં ફાંસીનો આદેશ ન આપે, ત્યાં સુધી કોઈને જાહેરમાં ફાંસી ના આપવામાં આવે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વીટ કરીને કહ્યું હતું કે મંત્રી પરિષદે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી દોષિત સાબિત ના થાય અને જ્યાં સુધી કોર્ટનો આદેશ ના આપે ત્યાં સુધી કોઈને જાહેરમાં સજા આપવામાં આવશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આવી કાર્યવાહીનો આદેશ ન આપે ત્યાં સુધી જાહેરમાં ફાંસી અને મૃતદેહોને લટકાવવાનું ટાળવું જોઈએ.” તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે જો ગુનેગારને સજા થાય તો સજાનું અર્થઘટન થવું જોઈએ, જેથી લોકોને ગુના વિશે ખબર પડે.
જણાવી દઈએ કે ગત મહિને અમેરિકાએ તાલિબાનની અફઘાનિસ્તાનમાં સજા તરીકે ફાંસીની સખત નિંદા કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા અફઘાન લોકો એમાં પણ ખાસ કરીને લઘુમતી જૂથોના સભ્યોની સાથે ઉભું છે અને તાલિબાનને તાત્કાલિક આવા અત્યાચારપૂર્ણ દુર્વ્યવહારનો અંત લાવવાની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે તાલિબાનોએ કહ્યું હતું કે મહિલાઓને કામ કરવાની છૂટ આપવામાં આવે. પરંતુ લોકો તેના વચન પર વિશ્વાસ કરી શકતા નથી. ખાસ કરીને તાલિબાનોએ કહ્યું કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સિવાય સુરક્ષા વ્યવસ્થામાં સુધારો ન થાય ત્યાં સુધી મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ.
તાલિબાને શરૂઆતમાં મહિલાઓના અધિકારોની વાત કરી પરંતુ શરિયા કાયદાની આડમાં તેમના વચનોથી સંપૂર્ણપણે પીછેહઠ કરી. તાલિબાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચાર સામે અને સરકારમાં મહિલાઓની ભાગીદારી માટે મહિલાઓને એકત્ર કરવામાં આવે છે અને ઠેર ઠેર દેખાવો ચાલી રહ્યા છે. તાલિબાને મહિલાઓ પર મોટું નિવેદન આપ્યું છે, તાલિબાન વતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ મંત્રી બનશે નહીં, તેઓએ માત્ર ઘરમાં રહીને બાળકો પેદા કરવા જોઈએ.
આ પણ વાંચો : ISCON Temple Attack: બાંગ્લાદેશમાં ‘ઈસ્કોન મંદિર’ પર હુમલો, ભક્તો સાથે કરી મારપીટ
આ પણ વાંચો : શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી