Afghanistan: ધડાકાઓને લઈ ક્રિકેટર રાશિદ ખાને કહ્યુ, કાબુલ લોહિલુહાણ ! દિલની પીડા સાથે કરી આ અપીલ

|

Aug 27, 2021 | 7:21 PM

ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan) પોતાના દેશની સ્થિતીને લઇને દુઃખી થઇ ચુક્યો છે. તેનુ દુઃખ હવે જોવા મળી રહ્યુ છે. ગુરુવારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર હતા.

Afghanistan: ધડાકાઓને લઈ ક્રિકેટર રાશિદ ખાને કહ્યુ, કાબુલ લોહિલુહાણ ! દિલની પીડા સાથે કરી આ અપીલ
Rashid Khan

Follow us on

તમે રાશિદ ખાન (Rashid Khan) ને ઘણી વખત ક્રિકેટ પીચ પર બેટ્સમેનોની વિકેટ માટે અમ્પાયરને અપીલ કરતા જોયા હશે. પરંતુ તાજેતરના સમયમાં, તે ટ્વિટરની પીચ પર પણ સતત આ જ કામ કરી રહ્યો છે. રશીદ પોતાના દેશમાં અરાજકતા વિશે ખૂબ દુખી છે. તેની પીડા હવે દેખાઈ રહી છે. અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Kabul Blast) માં 13 અમેરિકન સૈનિકો સહિત મોટી સંખ્યામાં લોકોના મોતના અહેવાલ છે. આ ઘટનાએ રાશિદ ખાનને હચમચાવી દીધા છે.

કાબુલ બોમ્બ બ્લાસ્ટની રાશિદ ખાનના મન પર એટલી ઉંડી અસર પડી કે તેણે બધું જ છોડી, વિનંતી કરવા લાગ્યો છે. રાશિદ ખાને સોશિયલ મીડિયાની મદદથી સૌથી પહેલા મોટી અપીલ કરી દીધી. પોતાની અપીલમાં તેણે લખ્યું, કાબુલ ફરી લોહીલુહાણ થયું. મહેરબાની કરીને અફઘાનીઓને મારવાનું બંધ કરો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કાબુલ બોંબ ધડાકામાં થયુ ખૂબ નુકશાન

અમેરિકન મીડિયા અનુસાર, કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ એક આત્મઘાતી બોમ્બર હુમલો હતો. કાબુલ એરપોર્ટ પર થયેલા આ બોમ્બ બ્લાસ્ટની અસર વિશ્વના રાજકીય પણ દેખાઈ રહી છે. કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ વિસ્ફોટની શક્યતા પહેલાથી જ આગાહી કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી કાબુલ એરપોર્ટની બહાર હજારો અફઘાન નાગરિકો ભેગા થયા છે, જે વિઝા અને પાસપોર્ટના અભાવે પ્રવેશ કરી શકતા નથી.

એ જ દરમ્યાન, એવા પણ સમાચાર છે કે હવે તાલિબાને કોઈપણ અફઘાન નાગરિકને દેશ છોડવાની મંજૂરી ન આપવાની જાહેરાત કરી છે. જેના કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.

રાશિદે ખાને સતત અવાજ ઉઠાવ્યો

આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનનું દુઃખ સમજી શકાય છે. જ્યારે તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરી રહ્યા હતા, ત્યારે પણ તેણે તેના દેશને બચાવવા માટે વિશ્વભરના વિશ્વના નેતાઓને અપીલ કરી હતી.

પાકિસ્તાન સામેની સિરીઝ પણ ટળી હતી

તાલિબાનના કબજા બાદ પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની વન-ડે શ્રેણી મુલતવી રાખવામાં આવી છે. હવે T20 વર્લ્ડકપમાં તેમના રમવાને લઇ સસ્પેન્સના વાદળો ઘેરાયા છે. જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી ઇવેન્ટ માટે નિશ્વિત હોવાનો પોતાનો દાવો કહી રહ્યું છે. પરંતુ, અત્યારે કંઇ કહી જ શકાય નહીં.

 

આ પણ વાંચોઃ IND vs ENG: વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ગાવાસ્કરને ખૂંચવા લાગી, કહ્યું ચીસો પાડવાને બદલે આમ કરો!

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને વેસ્ટઇન્ડીઝથી મળ્યા ખુશખબર, CSK નો આ ‘ચેમ્પિયન’ ક્રિકેટર દેખાયો જબરદસ્ત રંગમાં

 

Published On - 7:20 pm, Fri, 27 August 21

Next Article