Afghanistan: અમેરિકન મેગેઝીનનો સનસનાટી ભરેલો દાવો, ભારતીય પત્રકારની હત્યાનું પાપ તાલિબાનોએ કર્યું, પહેલા જીવતો પકડ્યો પછી ઘાતકી હત્યા કરી

|

Jul 30, 2021 | 9:13 AM

અમેરિકાના એક મેગેઝિને ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં આ દાવો કર્યો છે. ભારતીય ફોટો જર્નાલિસ્ટ 38 વર્ષીય દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં કવરેજ પર હતા ત્યારે તેમની હત્યા થઈ

Afghanistan: અમેરિકન મેગેઝીનનો સનસનાટી ભરેલો દાવો, ભારતીય પત્રકારની હત્યાનું પાપ તાલિબાનોએ કર્યું, પહેલા જીવતો પકડ્યો પછી ઘાતકી હત્યા કરી
American magazine's sensational claim, Taliban commits murder of Indian journalist, first captured alive then brutally murdered (File Picture)

Follow us on

Afghanistan:  પુલિત્ઝર પુરસ્કાર (Pulitzer Price Winner) વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ(Indian Photo Journalist) દાનિશ સિદ્દીકી (Danish Siddiqui) અફઘાનિસ્તાનમાં ગોળીબારમાં માર્યા ગયા ન હતા, ન તો આ ઘટનાઓ દરમિયાન તેઓ જાનહાનિ પામ્યા હતા, પરંતુ તાલિબાનો(Taliban)એ તેમની ઓળખની પુષ્ટિ કર્યા બાદ નિર્દયતાથી હત્યા કરી હતી. અમેરિકા(USA Magazine) ના એક મેગેઝિને ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં આ દાવો કર્યો છે. ભારતીય ફોટો જર્નાલિસ્ટ 38 વર્ષીય દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં કવરેજ પર હતા ત્યારે તેમની હત્યા થઈ હતી. કંદહાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેની અથડામણને કવર કરતી વખતે પુરસ્કાર વિજેતા પત્રકારનું મોત થયું હતું.

વોશિંગ્ટન એક્ઝામિનરનાં રિપોર્ટ અનુસાર, દાનિશ સિદ્દીકીએ અફઘાન નેશનલ આર્મીની ટીમ સાથે પાકિસ્તાન સાથે સરહદ ક્રોસિંગને અંકુશમાં રાખવા માટે અફઘાન દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આવરી લેવા માટે સ્પિન બોલ્ડક વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન દાનિશ સિદ્દીકીને છરા વાગ્યા હતા અને તેઓ અને તેમની ટીમ સ્થાનિક મસ્જિદમાં ગયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર મળી હતી. જો કે, એક પત્રકાર મસ્જિદમાં છે તે સમાચાર ફેલાતા જ તાલિબાનોએ હુમલો કર્યો.

દાનિશ સિદ્દીકીની હાજરીને કારણે તાલિબાનોએ મસ્જિદ પર હુમલો કર્યો હોવાનું સ્થાનિક તપાસમાં બહાર આવ્યું છે. તાલિબાને દાનિશ સિદ્દીકીની ઓળખની પુષ્ટિ કર્યા બાદ હત્યાના અહેવાલમાં જણાવ્યું હતું કે જ્યારે તાલિબાને તેને પકડ્યો ત્યારે દાનિશ સિદ્દીકી જીવતો હતો. તાલિબાને દાનિશ સિદ્દીકીની ઓળખની પુષ્ટિ કરી અને પછી તેની અને તેના સાથીઓની હત્યા કરી. કમાન્ડર અને તેની બાકીની ટીમે તેને બચાવવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ સાથી માઇકલ રુબિનએ લખ્યું હતું કે એક વ્યાપક રીતે પ્રસારિત તસવીરમાં દાનિશ સિદ્દીકીનો ચહેરો ઓળખી ન શકાય એવો દેખાતો હતો, જોકે મેં ભારતના સરકારી સ્રોત અને સિદ્દીકીના શરીરનાં મને આપવામાં આવેલા અન્ય ફોટોગ્રાફ્સ જોયા હતા. તાલિબાનોએ સિદ્દીકીના માથા પર હુમલો કર્યો અને પછી તેને ગોળીઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનનો હુમલો કરવાનો, સિદ્દીકીની હત્યા કરવાનો અને પછી તેના શરીરને તોડી નાખવાનો નિર્ણય દર્શાવે છે કે તેઓ યુદ્ધના નિયમો અથવા વૈશ્વિક સંધિઓનો આદર કરતા નથી. દાનિશ સિદ્દીકીનો મૃતદેહ 18 જુલાઇની સાંજે દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને જામિયા મિલિયા ઇસ્લામિયા કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Next Article