Abu Dhabi News: મુકેશ અંબાણીના આ બિઝનેસમાં અબુધાબીની કંપની ખરીદશે હિસ્સો, કરોડોમાં થશે ડીલ

મુકેશ અંબાણીના બિઝનેસ વેન્ચરને KKR પછી બીજી મોટી કંપનીનો સપોર્ટ મળ્યો છે. અબુધાબીની કંપની મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલમાં કરોડોનું રોકાણ કરવા જઈ રહી છે.

Abu Dhabi News: મુકેશ અંબાણીના આ બિઝનેસમાં અબુધાબીની કંપની ખરીદશે હિસ્સો, કરોડોમાં થશે ડીલ
Abu Dhabi News
| Edited By: | Updated on: Oct 07, 2023 | 4:11 PM

મુકેશ અંબાણીના બિઝનેસ વેન્ચરને અબુધાબીની એક કંપનીનો સાથ મળી રહ્યો છે. અબુધાબીની એક કંપનીએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રૂપિયા 4,966 કરોડનો હિસ્સો ખરીદવાની યોજના બનાવી લીધી છે. આ માટે કંપની રિલાયન્સ રિટેલમાં 0.59 ટકા ઈક્વિટી ખરીદશે.

આ પણ વાંચો : Akshay Kumar in UAE : અબુધાબીમાં તૈયાર થઈ રહેલા BAPS Temple ની અક્ષય કુમારે કરેલી મુલાકાતની જુઓ તસ્વીરી ઝલક

આરઆઈએલના શેર બજારની માહિતી અનુસાર અબુધાબી કંપનીના આ રોકાણ હેઠળ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનું ઈક્વિટી મૂલ્ય વધીને રૂપિયા 8.381 લાખ કરોડ એટલે કે 100.83 અબજ યુએસ ડોલર થઈ ગયું છે. મુકેશ અંબાણીની આરઆઈએલની રિલાયન્સ રિટેલ ઈક્વિટી મૂલ્યના સંદર્ભમાં દેશની ટોચની ચાર કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.

રિલાયન્સ રિટેલની કમાન પુત્રી પાસે

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ રિલાયન્સ રિટેલની કમાન તેમની પુત્રી ઈશા અંબાણી પાસે છે. આ મોટી કંપની રિલાયન્સ રિટેલે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના બિઝનેસને ઝડપથી આગળ વધાર્યો છે. આ ઉપરાંત અન્ય બિઝનેસ વેન્ચરની સરખામણીમાં કંપનીનો નફો પણ ઘણો વધ્યો છે.

RRVL તેની સહાયક કંપનીઓ અને ભાગીદારો દ્વારા સૌથી ઝડપથી વિકસતા અને સૌથી વધુ નફાકારક રિટેલ બિઝનેસમાંનું એક ચલાવે છે. રિલાયન્સ રિટેલનો કાર્યભાર બધો ઈશા અંબાણી પાસે છે.

કંપનીના ડિરેક્ટરે કહી આ વાત

જો આપણે રિલાયન્સ રિટેલના વેલ્યુએશનની વાત કરીએ તો વર્ષ 2020 પછી છેલ્લા ત્રણ વર્ષમાં તે લગભગ બમણું થઈ ગયું છે. Reliacne Retail દેશમાં લગભગ 27 કરોડ ગ્રાહકો સુધી પહોંચે છે. કંપનીના ડિરેક્ટર ઈશા અંબાણીએ ADIAના આ રોકાણ વિશે જણાવ્યું હતું કે, અમે RRVLમાં રોકાણકાર તરીકે ADIAને ટેકો આપવા અને તેમની સાથેના અમારા સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ.

ગ્લોબલ લેવલે મૂલ્ય ઉભું કરવાના અને ભારતીય રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના તેમના બહોળા અનુભવનો અમને ફાયદો થશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો