પાકિસ્તાનના આ ગામમાં એકસાથે 900 બાળકો HIV ગ્રસ્ત મળી આવ્યા હતા! કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો

|

Dec 04, 2021 | 10:01 AM

2019માં પાકિસ્તાનના રાટોડેરો ગામમાંથી અચાનક જ 900 જેટલા બાળકો HIV સંક્રમિત મળી આવતા ચકચાર મચી ગી હતી (Mass HIV outbreak in Pakistan). લોકોના હોંશ તો ત્યારે ઉડી ગયા જ્યારે આની પાછળનું એક કૌભાંડ સામે આવ્યુ.

પાકિસ્તાનના આ ગામમાં એકસાથે 900 બાળકો HIV ગ્રસ્ત મળી આવ્યા હતા! કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો

Follow us on

પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં એચઆઈવી (HIV) ગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય નથી મળી રહી. રાટોડેરો (Ratodero) નામના આ ગામમાં નાના-નાના બાળકો પણ એચઆઈવી સંક્રમિત છે. સરકારે અહીં સૌથી મોટા આરોગ્ય કેન્દ્રની સ્થાપના તો કરી દીધી. પરંતુ લોકો જરૂરી દવાઓથી હજી પણ વંચિત છે. ગામના લોકો અને પીડિત બાળકોના માતા-પિતા માગ કરી રહ્યા છે કે બિમારીના કારણે જે પણ ખર્ચો આવી રહ્યો છે તેના માટે સરકાર તેમને કોઈ મદદ કરે. પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી.

એ ડૉક્ટર જેણે માસૂમ બાળકોની જિંદગી તબાહ કરી

2019માં પાકિસ્તાનના રાટોડેરો ગામમાંથી અચાનક જ 900 જેટલા બાળકો HIV સંક્રમિત મળી આવતા ચકચાર મચી ગઈ હતી (Mass HIV outbreak in Pakistan). લોકોના હોંશ તો ત્યારે ઉડી ગયા જ્યારે આની પાછળનું એક કૌભાંડ સામે આવ્યુ. તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે બાળ રોગના ડૉક્ટરે બાળકોને ઈન્જેક્શન આપવા માટે વારંવાર એક જ સોયનો પ્રયોગ કર્યો હતો. જેના લીધે સેંકડો બાળકો એચઆઈવી સંક્રમિત થઈ ગયા હતા.

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું હતું કે જ્યારે આ ડૉક્ટરને એક સોયથી ઈન્જેક્શન આપવા વિશે પુછવામાં આવતુ તો તે જણાવતા કે તમે લોકો સોયનો ખર્ચ નહીં ઉઠાવી શકો. મારી પાસે ઈલાજ કરાવવો હોય તો કરાવો અથવા તો અહીંથી જતા રહો.

Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ

એક આંતરરાષ્ટ્રીય અખબાર પ્રમાણે આ ગામમાં દર 200 વ્યક્તિએ એક એચઆઈવી ગ્રસ્ત છે. 1200 જેટલા કેસમાંથી 900 તો ફક્ત બાળકો જ છે અને આ બાળકોની ઉંમર મોટેભાગે 12 વર્ષથી ઓછી છે. આ સ્થિતી માટે જવાબદાર ડૉક્ટર પર તો કાર્યવાહી કરવામાં આવી. પરંતુ તેમના કારણે જે સેંકડો માસૂમ બાળકોની જિંદગી તબાહ થઈ તેનું શું?

આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે તાત્કાલિક ધોરણે ગામમાં સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર બનાવ્યું. શરૂઆતમાં તો અહીં સારવાર કરવામાં આવી. પરંતુ હવે ત્યાંના લોકોને દવાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે. બિમારીને કારણે અન્ય જે પણ ખર્ચ થાય છે, તે ગામના લોકો ઉઠાવી શકે તેમ નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમને સરકાર મલ્ટીવિટામીન્સની ગોળીઓ પણ નથી આપતી.

આ પણ વાંચો –

IND vs NZ: ચેતેશ્વર પૂજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાને લઇને નોંધાવ્યો નાપસંદ રેકોર્ડ, 40 ઇનીંગથી શતક લગાવી શક્યો નથી

આ પણ વાંચો –

રસ્તા પર સ્ટંટ કરવા આ છોકરાને ભારે પડ્યા ! સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થયુ કે યુઝર્સના ઉડી ગયા હોંશ,જુઓ VIDEO

આ પણ વાંચો –

ઓમિક્રોન વેરિઅન્ટે ચિંતા વધારી, કેન્દ્રએ એલર્ટ જારી કર્યું, રાજ્ય સરકારોએ રોગચાળાને અંકુશમાં લેવા માટે ઘણાં નક્કર પગલાં લીધાં

Published On - 9:49 am, Sat, 4 December 21

Next Article