વીડિયો: ગાઝાની શિફા હોસ્પિટલ નીચે આતંકવાદીઓની દુનિયા, મળી 55 મીટર લાંબી ટનલ

ગાઝા સિટીમાં અલ શિફા હોસ્પિટલમાં ઓપરેશન અંગે અપડેટ આપતા, ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના એન્જિનિયરોએ વિસ્ફોટ-પ્રૂફ દરવાજા સુધી 10 મીટર ઊંડી અને 55 મીટર લાંબી ટનલ શોધી કાઢી છે.

વીડિયો: ગાઝાની શિફા હોસ્પિટલ નીચે આતંકવાદીઓની દુનિયા, મળી 55 મીટર લાંબી ટનલ
| Updated on: Nov 20, 2023 | 7:08 AM

ઈઝરાયેલે રવિવારે ગાઝા પટ્ટીની સૌથી મોટી હોસ્પિટલની નીચે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા ખોદવામાં આવેલી સુરંગનો વીડિયો જાહેર કર્યો હતો. મિશનનો મેઈન મુદ્દો સાત અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હમાસને ખતમ કરવાનો છે. સમગ્ર પેલેસ્ટિનિયન પ્રદેશમાં સેંકડો કિલોમીટર લાંબી ગુપ્ત ટનલ, બંકરો અને એક્સેસ શાફ્ટનું નેટવર્ક છે. હમાસે નકારી કાઢ્યું છે કે ટનલ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે હોસ્પિટલોમાં સ્થિત છે.

ગાઝા સિટીમાં અલ શિફા હોસ્પિટલમાં ઓપરેશન અંગે અપડેટ આપતા, ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના એન્જિનિયરોએ વિસ્ફોટ-પ્રૂફ દરવાજા સુધી 10 મીટર ઊંડી અને 55 મીટર લાંબી ટનલ શોધી કાઢી હતી.

હોસ્પિટલમાં મળી ટનલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રકારના દરવાજાનો ઉપયોગ હમાસ આતંકવાદી સંગઠન દ્વારા ઇઝરાયેલી દળોને કમાન્ડ સેન્ટર અને હમાસની ભૂગર્ભ સંપત્તિમાં પ્રવેશતા રોકવા માટે કરવામાં આવે છે. વીડિયો સાથેના લશ્કરી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે કોંક્રિટની છત સાથે સાંકડો રસ્તો દર્શાવે છે. નિવેદનમાં કહ્યું નથી કે દરવાજાની બહાર શું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શિફા હોસ્પિટલન અંદરના શેડમાં શોધાયેલ શાફ્ટ દ્વારા ટનલ સુધી પહોંચવામાં આવે છે, જેમાં હથિયારો હતા.

31 નવજાત શિશુઓને ખસેડવામાં આવ્યા

મહત્વનું છે કે ગાઝાની મુખ્ય હોસ્પિટલમાંથી 31 જન્મેલા બાળકોને સુરક્ષિત રીતે દક્ષિણ ગાઝાની અન્ય હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ઇજિપ્ત લઈ જવામાં આવશે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ ઉપરાંત, સંકુલમાં ઇઝરાયલી દળોના પ્રવેશને કારણે અન્ય સેંકડો ગંભીર રીતે ઘાયલ દર્દીઓ ઘણા દિવસોથી ફસાયેલા છે.

ખોરાક, પાણી અને તબીબી પુરવઠો થઈ ગયો છે સમાપ્ત

શિફા હોસ્પિટલની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ડોકટરો નવજાત બાળકોને ગરમ રાખવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ તસવીરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઇઝરાયલી દળો હોસ્પિટલની બહાર પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ઈન્ક્યુબેટર અને અન્ય સાધનો બંધ થઈ ગયા છે અને ખોરાક, પાણી અને તબીબી પુરવઠો ખલાસ થઈ ગયો છે.

 

 

WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે 6 આરોગ્ય કર્મચારીઓ અને તેમના પરિવારના 10 સભ્યો તેમજ બીમાર શિશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને દક્ષિણ ગાઝા શહેર રફાહની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઈઝરાયેલે લીધો બદલો, જર્મન યુવતી સાથે અત્યાચાર કરનાર હમાસના આતંકવાદીને ઉતાર્યો મોતને ઘાટ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો