કોરોના વાયરસના (Corona Virus) નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિએન્ટને (Omicron Variant) કારણે દુનિયામાં હલચલ મચી ગઈ છે. અત્યાર સુધી 25 દેશોમાં આ વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે. અમેરિકામાં (America) અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8 કેસ મળી આવ્યા છે. પ્રથમ કેસ કેલિફોર્નિયામાં (California) જોવા મળ્યો હતો જ્યારે ગુરુવારે ન્યૂયોર્કમાં (New York) ઓમિક્રોનના 5 કેસ જોવા મળ્યા હતા. અમેરિકન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોના વાયરસ વેરિએન્ટના 5 કેસની પુષ્ટિ થઈ છે. અગાઉ, કોલોરાડો અને મિનેસોટામાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક-એક કેસ જોવા મળ્યો હતો.
બુધવારે રાત્રે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDCP) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. યુએસસીડીસીપીએ જણાવ્યું હતું કે જે દર્દીઓમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી તેઓ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. આમાંથી ત્રણ દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. જો કે, તે બધા હજુ પણ ઓમિક્રોનના હળવા લક્ષણો દર્શાવે છે. જે બાદ તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમેરીકાએ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોવિડ-19 માટે પરીક્ષણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આવતા અઠવાડિયાથી કોરોનાની તપાસ સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે. અમેરીકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લીધા હોય તો પણ મુસાફરી શરૂ કરવાના એક દિવસ પહેલા કોવિડ -19 માટે પરીક્ષણ કરાવવું પડશે. જ્યારે અગાઉ તપાસ રિપોર્ટ ત્રણ દિવસમાં એટલે કે 72 કલાકમાં દર્શાવવો ફરજિયાત હતો.
આ સિવાય વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા અમેરીકી નાગરિકો માટે નવા ટેસ્ટિંગ નિયમો આવતા અઠવાડિયાની શરૂઆતથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –