Breaking News: 75 વર્ષના દાદીએ સેલોનમાં લૂંટાવ્યા રૂ. 4 કરોડ, બ્યુટી ટ્રીટમેન્ટના નામે આખી લાઈફ સેવિંગ્સ સ્વાહા

75 વર્ષના એક વૃદ્ધાએ સેલોનમાં બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પોતાની 4 કરોડ રૂપિયાથી વધુની લાઈફ સેવિંગ્સ ખર્ચ કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માર્કેટ રેટ કરતાં 10 થી 20 ગણી વધુ કિંમત વસૂલીને કરાવવામાં આવેલી આ મોંઘી ટ્રીટમેન્ટ્સ વિશે જ્યારે તેમની પુત્રીને ખબર પડી, ત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં વૃદ્ધ ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને ગ્રાહક સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે.

Breaking News: 75 વર્ષના દાદીએ સેલોનમાં લૂંટાવ્યા રૂ. 4 કરોડ, બ્યુટી ટ્રીટમેન્ટના નામે આખી લાઈફ સેવિંગ્સ સ્વાહા
Image Credit source: AI Generated
| Updated on: Sep 15, 2026 | 3:01 PM

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના અહેવાલ મુજબ, એક 75 વર્ષીય વૃદ્ધાએ એક સેલોનમાં બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પોતાની 4 કરોડ રૂપિયાથી વધુની સમગ્ર બચત ખર્ચ કરી દીધી હતી. ત્યારબાદ તેમની પુત્રીને કેટલીક મોંઘી પ્રોસિજર વિશે ખબર પડી, જેની કિંમત કથિત રીતે માર્કેટ રેટ કરતાં ઘણી વધારે હતી.

માત્ર પોતાની સરનેમ ‘યૂ’ થી ઓળખાતી આ મહિલા વર્ષ 2016થી ‘યોંગકી બ્યુટી એન્ડ હેરડ્રેસિંગ કંપની’ અને તેની સાથે જોડાયેલી મેડિકલ બ્યુટી ક્લિનિકની ગ્રાહક હતી. એવામાં જ્યારે પુત્રીને ખબર પડી કે, તેમની માતાએ પોતાની રિટાયરમેન્ટની તમામ બચત આ કંપનીઓની ટ્રીટમેન્ટ પર ખર્ચ કરી દીધી છે, ત્યારે તેમણે શાંઘાઈના એક ટેલિવિઝન પ્રોગ્રામ પાસે મદદ માંગી.

પુત્રીને વર્ષોથી થઈ રહેલા ખર્ચની ખબર પડી

રિપોર્ટ મુજબ, યૂ એ ઘણી અલગ-અલગ પ્રકારની કોસ્મેટિક અને વેલનેસ સર્વિસ લીધી હતી, જેમાં સ્કિન-ટાઇટનિંગ પ્રોસિજર, થ્રેડ લિફ્ટિંગ ટ્રીટમેન્ટ અને મેરિડિયન મસાજ થેરાપી જોડાયેલ હતી. બિલિંગ રેકોર્ડ પરથી એ પણ જાણવા મળ્યું કે, તેમણે આઈબ્રો અને લિપ ટેટૂ બનાવવાનું કામ પણ કરાવ્યું હતું. આ ખર્ચાઓ વિશે ત્યારે ખબર પડી, જ્યારે તેમની પુત્રીએ તે જગ્યાઓ પરથી મળેલા ઇનવોઇસ અને ટ્રીટમેન્ટ રેકોર્ડ જોયા.

બીજું કે, પરિવારની ચિંતા સારવારના ખર્ચને લઈને હતી. બિલિંગના કાગળો પરથી સામે આવ્યું કે, કેટલીક સારવારની કિંમતો બજારમાં ચાલી રહેલા દરો કરતાં 10 થી 20 ગણી વધારે હતી. એવું કહેવાય છે કે, માત્ર એક વાર લિપ ટેટૂ બનાવવા માટે (જેમાં અનેક પ્રક્રિયાઓ હતી) 39,800 યુઆન (લગભગ 6 લાખ રૂપિયા)નો ખર્ચ આવ્યો હતો, જે આ પ્રકારની અન્ય સેવાઓના સામાન્ય ખર્ચ કરતાં ઘણો વધારે હતો.

આટલી ઊંચી કિંમતો જોઈને એ સવાલ ઊભો થયો કે, શું વૃદ્ધ ગ્રાહક પર દબાણ કરવામાં આવ્યું હતું કે તેમને ગેરમાર્ગે દોરીને વર્ષો સુધી મોંઘી સારવાર કરાવવામાં આવી હતી?

વૃદ્ધ ગ્રાહકોને લઈને વધતી ચિંતાઓ

આ મામલે ઓનલાઇન ખૂબ ધ્યાન ખેંચ્યું છે અને બ્યુટી તથા વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં આક્રમક સેલ્સ પદ્ધતિઓ સામે વૃદ્ધ ગ્રાહકોની લાચારીને લઈને ચિંતાઓ વધારી છે.

એમાંય જેમ-જેમ આ વિવાદ આગળ વધી રહ્યો છે, આ ઘટનાએ ગ્રાહક સુરક્ષાના ઉપાયો પરની ચર્ચાને ફરી વેગ આપ્યો છે. એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે, શું વૃદ્ધ ગ્રાહકોને કોસ્મેટિક અને વેલનેસ સેવાઓ પર મોટી રકમ ખર્ચવાથી બચાવવા માટે વધુ સુરક્ષાત્મક ઉપાયોની જરૂર છે? હવે બની શકે કે આ સેવાઓથી તેમને તેટલો ફાયદો ન મળે.

Breaking News : મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય કેમ બન્યા ભિખારી? રસ્તા પર જઈને માગી ભિક્ષા

Follow Us
Loading...
Unable to load recommendations.