Russia-Ukraine War: રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે અને હવે યુક્રેનમાં વિનાશના દ્રશ્યો સર્જાયા છે. રશિયાના હુમલાથી યુક્રેનના લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને આ માહોલમાં લોકોને પોતાનો જીવ બચાવવાનો એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. એ છે દેશ છોડવો. યુક્રેનમાંથી ઘણા લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે અને પોતાનો જીવ બચાવી રહ્યા છે.
યુક્રેનથી આવતા તમામ હ્રદયદ્રાવક અને તંગદિલીભર્યા સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે ચોક્કસપણે તમારી આંખો આંસુથી ભરી દેશે.
રશિયન હુમલા પછી યુક્રેનમાંથી ભાગી ગયેલી અરિનાને રોમાનિયન શરણાર્થી શિબિરમાં સ્વયંસેવકો અને કર્મચારીઓ દ્વારા જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી. તેના પરિવાર સાથે શરણાર્થીઓ માટે કામચલાઉ તંબુમાં હતી, જ્યારે સ્વયંસેવકોએ તેને ભેટો અને ફુગ્ગાઓ વડે સ્વાગત કર્યું અને તેણીના જન્મદિવસનું ગીત ગાયું. કારણ કે દરેક વ્યક્તિ માટે આ દિવસ ખાસ હોય છે.
More than 1.5 million refugees from Ukraine have crossed into neighbouring countries in 10 days — the fastest growing refugee crisis in Europe since World War II.
— Filippo Grandi (@FilippoGrandi) March 6, 2022
અરિનાનો પરિવાર સિરેટ બોર્ડર કેમ્પમાં ઘણા શરણાર્થીઓમાંનો એક છે, જ્યાં રોમાનિયા યુક્રેનની દક્ષિણપશ્ચિમ સરહદને મળે છે યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજી ફિલિપો ગ્રાન્ડેએ ટ્વીટ કર્યું કે, “યુક્રેનમાંથી 1.5 મિલિયનથી વધુ શરણાર્થીઓ 10 દિવસમાં પડોશી દેશોમાં પ્રવેશ્યા છે. 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ કર્યું, ત્યારથી કુલ 9,22,400 લોકો યુક્રેનથી પોલેન્ડ ભાગી ગયા છે,
વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે ફોન પર વાત કરી હતી. ફોન કોલ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યો. બંને નેતાઓએ યુક્રેનની વિકસતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયન ટીમો વચ્ચેની વાટાઘાટોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ રાષ્ટ્રપતિ પુતિનને તેમની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (President Zelensky) સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી.