China: કેમિકલ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ, 5 લોકોના મોત, 1 વ્યક્તિ લાપતા

|

May 01, 2023 | 10:19 PM

ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં અચાનક આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બ્લાસ્ટ ચીનના પૂર્વ વિસ્તારમાં થયો હતો.

China: કેમિકલ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ, 5 લોકોના મોત, 1 વ્યક્તિ લાપતા
Image Credit source: Google

Follow us on

ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો છે, જેના કારણે અહીં ઓછામાં ઓછા 5 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ બ્લાસ્ટ સોમવારે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ચીનના પૂર્વ વિસ્તારમાં થયો હતો.

આ પણ વાચો: Fire Video: એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ, OPD બિલ્ડીંગમાં ધુમાડાના ગોટે ગોટા નિકળ્યા, 250 લોકોનો બચાવ્યા

મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ પૂર્વ ચીનના સિનોકેમ કેમિકલ પ્લાન્ટમાં વહેલી સવારે થયો હતો. જેના કારણે અહીં 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, વિસ્ફોટ બાદ એક વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ તેને શોધી શક્યું નથી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

5 લોકોના મોત ઉપરાંત અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં 5 લોકોના મોત ઉપરાંત અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ વિસ્ફોટ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પાદન વિસ્તારમાં થયો હતો, જે લક્સી કેમિકલમાં આવે છે.

અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી

આ ફેક્ટરી શેડોંગ પ્રાંતના લિયાઓચેંગ શહેરમાં સ્થિત છે. લિયાઓચેંગ હાઇટેક ઝોન મેનેજમેન્ટ કમિટીએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે બાદમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આ અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તે જ સમયે, તપાસ સમિતિ આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

મહારાષ્ટ્રમાં પણ બ્લાસ્ટ થયો હતો

હિમાચલ પ્રદેશની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગુરુવારે કાફેટેરિયામાં એક પછી એક બે રાંધણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.

બ્લાસ્ટ ઓપીડી બિલ્ડિંગમાં થયો હતો. દુર્ઘટના સમયે, બિલ્ડિંગમાં લગભગ 250 લોકો હતા, જેમને ભીષણ આગ વચ્ચે બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને કાબુમાં લેવામાં આવી છે.

15-20 મિનિટમાં લગભગ 250 લોકોને બહાર કાઢવામાં આવ્યા

હોસ્પિટલના અધિકારીઓએ બાદમાં જણાવ્યું કે, આગની ઘટના બાદ મોલ રોડ, છોટા શિમલા અને બોયલુગંજથી 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ઓપીડી બિલ્ડીંગમાં ખળભળાટ મચી ગયો હતો. લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દર્દીઓના ધસારાને કારણે આજે જે હોસ્પિટલમાં આ ઘટના બની હતી ત્યાં આઉટડોર ઓપીડી બનાવવામાં આવી છે. સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ 15-20 મિનિટમાં લગભગ 250 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં કેટલાક દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા હતા, જેમને ઉતાવળમાં બહાર લઈ જવા પડ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article