રશિયન હુમલામાં બાળકો સહિત 30 લોકોના મોત, 88 લોકો ગંભીર રીતે ઘાયલ, યુક્રેને ગણાવ્યો ‘આતંકવાદી હુમલો’

|

Oct 01, 2022 | 7:03 AM

યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઈગોર ક્લાયમેન્કોએ શુક્રવારે ફેસબુક પર જણાવ્યું હતું કે ઘાયલોમાં એક ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. કમનસીબે, પોલીસ દળને પણ હુમલામાં નુકસાન થયું છે અને એક 36 વર્ષીય પોલીસકર્મીનું મૃત્યુ થયું છે.

રશિયન હુમલામાં બાળકો સહિત 30 લોકોના મોત, 88 લોકો ગંભીર રીતે ઘાયલ, યુક્રેને ગણાવ્યો આતંકવાદી હુમલો
Image Credit source: Reuters

Follow us on

યુક્રેનમાં (Ukraine) ફરી એકવાર રશિયન હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા છે. યુક્રેને શુક્રવારે કહ્યું કે રશિયા (Russia) ઝાપોરિઝિયા ક્ષેત્રમાં નાગરિકોની કારોના કાફલાને નિશાન બનાવ્યું, જેમાં બાળકો સહિત 30 લોકો માર્યા ગયા અને 80થી વધુ ઘાયલ થયા. મૃતકોમાં એક 11 વર્ષની છોકરી અને 14 વર્ષનો છોકરો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઈગોર ક્લાયમેન્કોએ શુક્રવારે ફેસબુક પર જણાવ્યું હતું કે ઘાયલોમાં એક ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. કમનસીબે, પોલીસ દળને પણ હુમલામાં નુકસાન થયું છે અને એક 36 વર્ષીય પોલીસકર્મીનું મૃત્યુ થયું છે.

તેમણે કહ્યું કે ઘાયલોમાં 27 અન્ય પોલીસ અધિકારીઓ પણ સામેલ છે અને તેમાંથી ચારની હાલત ગંભીર છે. શુક્રવારે શહેરની એક તરફ નાગરિકના વાહનોનો કાફલો એકત્ર થયો હતો, કારણ કે જ્યારે રશિયાએ હુમલો કર્યો ત્યારે તેઓ વિસ્તાર છોડવાની તૈયારી કરી રહ્યા હતા. યુક્રેનિયન અધિકારીએ કહ્યું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે રોકાયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ રશિયન હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઝાપોરિઝિયાના પ્રાદેશિક ગવર્નર, ઓલેક્ઝાન્ડર સ્ટારુખે, સળગેલા વાહનો અને રસ્તા પર પડેલા મૃતદેહોના ફોટા પોસ્ટ કર્યા હતા.

રશિયાએ S-300 મિસાઈલથી હુમલો કર્યો

ઝાપોરિઝિયા પોલીસ વિભાગના વિસ્ફોટક નિકાલ એકમના વડા કર્નલ સર્ગેઈ ઉઝ્ર્યુમોવે જણાવ્યું હતું કે હુમલામાં રશિયન બનાવટની S-300 મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓ તેમની કારની અંદર હતા અથવા તો કારની બહાર ઉભા હતા. તેમણે કહ્યું કે એક પછી એક ઘણા હુમલા કરવામાં આવ્યા, 10થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે રશિયાએ સત્તાવાર રીતે ઝાપોરિઝિયા સહિત ચાર શહેરો પર એકપક્ષીય કબજો જાહેર કર્યો છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

રશિયાએ ઝાપોરિઝિયા પર કબજો કર્યો

જોકે, રશિયાએ યુક્રેન દ્વારા ઈરાદાપૂર્વક હુમલો કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. ઝાપોરિઝિયામાં રશિયા દ્વારા પોસ્ટ કરાયેલા એક અધિકારીએ હુમલા માટે યુક્રેનિયન સૈન્યને જવાબદાર ઠેરવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ઝાપોરિઝિયા અને ખેરસનને સ્વતંત્ર જાહેર કરતા બે હુકમો પર હસ્તાક્ષર કર્યા, જે રશિયાને આ બે પ્રદેશોના સત્તાવાર કબજાનો અધિકાર આપે છે.

Published On - 7:03 am, Sat, 1 October 22

Next Article