રશિયાને સમર્થન આપવા બદલ ગુસ્સે થયું યુક્રેન, ઝેલેન્સકીએ ભારતીયોને કર્યા બ્લેકલિસ્ટ

|

Jul 28, 2022 | 3:48 PM

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 155 દિવસથી સતત યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેને ત્રણ ભારતીયોને બ્લેકલિસ્ટ કર્યા છે. તેમના બ્લેકલિસ્ટિંગનું કારણ રશિયન પ્રચારમાં વધારો હોવાનું કહેવાય છે. યુક્રેનના સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન દ્વારા આ મહિને આ યાદી બહાર પાડવામાં આવી છે.

રશિયાને સમર્થન આપવા બદલ ગુસ્સે થયું યુક્રેન, ઝેલેન્સકીએ ભારતીયોને કર્યા બ્લેકલિસ્ટ
Volodymyr Zelenskyy

Follow us on

Russia Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 155 દિવસથી યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેન સરકારે રશિયાનો ‘પ્રચાર’ ફેલાવવાનો આરોપ લગાવતા ત્રણ ભારતીય લોકોને બ્લેકલિસ્ટ કરી દીધા છે. ત્રણ ભારતીયો સિવાય અન્ય દેશોના લોકોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જે રશિયાને સમર્થન કરતા હતા. આ લિસ્ટ આ મહિનાની શરૂઆતમાં સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન (CCD) દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી. CCDની સ્થાપના ગયા વર્ષે રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વિભાગ એક વિભાગના રૂપમાં કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર હુમલાની સાથે CCD સતત દુનિયામાં યુદ્ધના કવરેજનું વિશ્લેષણ કરતા રિપોર્ટ પ્રકાશિત કરે છે. આ લિસ્ટમાં લગભગ 75 નામ સામેલ છે, જેમાં  ભારતના પૂર્વ ડિપ્લોમેટ પીએસ રાઘવનનું નામ પણ સામેલ છે. રાઘવને 2014 થી 2016 સુધી રશિયામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. આ લિસ્ટમાં તેમને સામેલ કરવાનું કારણ તેમનું એક નિવેદન હોવાનું કહેવાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘રશિયા વિરુદ્ધ યુક્રેન રશિયા વિરુદ્ધ નાટો જેવું છે’.

સેમ પિત્રોડાનું નામ પણ સામેલ

આ સિવાય આ લિસ્ટમાં સેમ પિત્રોડાનું નામ સામેલ છે, જેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને મનમોહન સિંહના સલાહકાર રહી ચૂક્યા છે. સેમ પિત્રોડાને આ લિસ્ટમાં સામેલ કરવા પાછળનું કારણ તેમનું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે દુનિયાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ડીલ કરવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યારે તેને બ્લેકલિસ્ટ થવા અંગે પૂછવામાં આવ્યું તો તે હેરાન થઈ ગયા હતા, તેણે કહ્યું કે આ વિશે કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો

ભારતીય પત્રકારને પણ કર્યા બ્લેકલિસ્ટ

આ સિવાય પત્રકાર સઈદ નકવી ત્રીજા ભારતીય છે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં સમાવેશ કરવા પાછળનું કારણ એ છે કે તેણે કહ્યું કે યુક્રેનની સેનાની જીત એક ભ્રમ અને પ્રચાર કરતાં વધુ કંઈ નથી, જેનો જન્મ પશ્ચિમી દેશોમાં થયો છે. આ સિવાય પાકિસ્તાની પોલિટીકલ ઈકોનોમિસ્ટ શકીલ અહમદ રમય પણ આ લિસ્ટમાં સામેલ છે. લિસ્ટમાં તેમના સમાવેશનું કારણ તેમનું નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશોમાં રશિયાના મીડિયા પર સેન્સરશિપ કરવામાં આવી રહ્યું છે.

Next Article