Sudan Civil War: સુદાનના ગૃહ યુદ્ધમાં એક ભારતીય સહિત 25ના મોત, 183 લોકો ઘાયલ

સુદાન હિંસાની આગમાં સળગી રહ્યું છે. અહીં અત્યાર સુધીમાં એક ભારતીય સહિત 25 લોકો માર્યા ગયા છે. ભારતીય દૂતાવાસે તેના તમામ નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

Sudan Civil War: સુદાનના ગૃહ યુદ્ધમાં એક ભારતીય સહિત 25ના મોત, 183 લોકો ઘાયલ
સુડાનના Civil Warમાં એક ભારતીયનું મોત
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Apr 16, 2023 | 3:20 PM

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. આમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે, જ્યારે 183 લોકો ઘાયલ થયા છે. સુદાનની સેન્ટ્રલ મેડિકલ કમિટી દ્વારા મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, રાજધાની ખાર્તુમની નજીકની અથડામણમાં મૃતકોની સંખ્યા વધુ થઈ શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ પણ વાચો: Sudan Civil War: આફ્રિકન દેશ સુદાનમાં સર્જાઈ ગૃહ યુદ્ધની સ્થિતિ, ભારતે એડવાઈઝરી જાહેર કરી, જાણો તમામ માહિતી

ખાર્તુમ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ગોળીબાર થઈ રહી છે. આ પછી દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બળવો થવાનો સમય આવી ગયો છે. હાલમાં ત્યાના અર્ધલશ્કરી દળોએ દરેક જગ્યા પર પોતાનો દાવો કરી રહી છે.

 

 

જણાવવામાં આવી રહ્યું છે કે સરકારી ચેનલ, આર્મી ચીફના નિવાસસ્થાન અને એરપોર્ટ સહિત અન્ય ઘણી વસ્તુઓ કબજે કરવામાં આવી છે.

ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપી છે

 

 

ખાર્તુમની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેને જોતા અહીં શાળા, કોલેજ, સરકારી ઓફિસો તમામને તાળા મારી દેવામાં આવ્યા છે. સ્થિતિ વધુને વધુ તંગ બની રહી છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને તેના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેનો આ તણાવ આજકાલનો નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. વચગાળાની સરકારની રચના પછી, 2021માં પણ અહીં બળવો થયો હતો. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે.

                 ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                                  આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…