USA : હાઈસ્કૂલમાં ગોળીબાર, 3 વિદ્યાર્થીના મોત; શિક્ષક સહિત અન્ય આઠ ઘાયલ

|

Dec 01, 2021 | 8:31 AM

USA School Shooting: શંકાસ્પદ વિદ્યાર્થીએ ધરપકડ સમયે વિરોધ કર્યો ન હતો અને ઘટના પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. આરોપીએ વકીલની માંગણી કરી છે.

USA : હાઈસ્કૂલમાં ગોળીબાર, 3 વિદ્યાર્થીના મોત; શિક્ષક સહિત અન્ય આઠ ઘાયલ
student openly fired in US school

Follow us on

મંગળવારે, 15 વર્ષીય વિદ્યાર્થીએ યુએસએના (USA) નોર્થ ડેટ્રોઇટની (North Detroit) એક શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા હતા. વહીવટીતંત્રે કહ્યું કે આ વર્ષે અમેરિકામાં (USA) શાળામાં ગોળીબારની સૌથી આઘાતજનક ઘટનાઓમાંની એક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોમાં એક શિક્ષક પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને લગભગ 12:55 વાગ્યે ઓક્સફર્ડ ટાઉનશીપની ઓક્સફર્ડ હાઈસ્કૂલમાં એક બંદૂકધારી હોવાની માહિતી મળી હતી. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક 16 વર્ષીય વિદ્યાર્થી, એક 14 વર્ષનો અને એક 17 વર્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઘાયલોમાંથી 6ની સ્થિતિ સ્થિર છે અને બે લોકોની સર્જરી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પોલીસે જણાવ્યું કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. જો કે, આ ગોળીબારનું કારણ શું હતું તે તેણે તાત્કાલિક જણાવ્યું ન હતું. શંકાસ્પદ વિદ્યાર્થીએ ધરપકડ સમયે વિરોધ કર્યો ન હતો અને ઘટના પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. આરોપીએ વકીલની માંગણી કરી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને દુઃખ વ્યક્ત કર્યું

શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે તેઓને લાગતું નથી કે એક કરતા વધુ હુમલાખોર હતા. બપોરે, પોલીસના 911 ઇમરજન્સી નંબર પર 100 થી વધુ કૉલ્સ આવ્યા અને શૂટરે 5 મિનિટમાં લગભગ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેમણે કહ્યું કે પ્રથમ ઈમરજન્સી કોલની 5 મિનિટની અંદર શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર કહ્યું, “ઓક્સફર્ડ, મિશિગનની ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવવાના અકલ્પનીય દુઃખની લાગણી અનુભવી રહેલા પરિવારોની સાથે હું ઉભો છું. શાળાના આ દુ:ખદ ઘટનાને લઈને હું મારી ટીમના નજીકના સંપર્કમાં છું.”

 

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ઘટાડો, સસ્તું થઈ શકે છે પેટ્રોલ – ડીઝલ! જાણો લેટેસ્ટ રેટ

Published On - 8:29 am, Wed, 1 December 21

Next Article