ભારત અને ચીનની બોર્ડર પર તણાવની સ્થિતિ છે. 1962ના વર્ષની જેમ ફરીથી ચીને ભારતીય સૈનિકો પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 20 જવાન શહીદ થયા છે. આ દગો ચીને ત્યારે કર્યો છે જ્યારે ગલવાન ઘાટીને લઈને ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ હિંસક ઝડપમાં ચીનના પણ 43 જેટલાં સૈનિકો માર્યા ગયા કે ઘાયલ થયા છે.
================================================================================
14:39:50
રાજકોટના શાપર વેરાવળના ઉદ્યોગકારોનું માનવું છે કે, ચીનથી આયાત ઘટે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો થાય…
===============================================================================
13:34:03
સુરત અને નવસારીમાં ચીન પ્રત્યે નફરત. સુરતમાં ચીન વિરોધી કરાયા સૂત્રોચ્ચારો. જીનપીંગના પોસ્ટર્સ બાળ્યા. નવસારીમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા હાકલ
================================================================
13:29:39
જામનગરમાં પણ વેપારીઓએ ચીનની વિવિધ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટે અપિલ કરવામાં આવી.
============================================================================
13:14:20
વડોદરામાં ચીન સામે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ(NSUI)ના કાર્યકરોનો વિરોધ. પોસ્ટર્સ સળગાવ્યા. ચીનની પ્રોડક્ટના વપરાશ બંધ કરવા સંસદમાં ઠરાવ કરવા કોગ્રેસના વિદ્યાર્થી નેતાઓની માંગ.
===================================================================
19:21:47
ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું
====================================================================================
18:17:42
LAC પર હિંસક અથડામણ બાદ ભારતે ચીન સરહદ પર વધારી ચોકસાઈ, સુરક્ષા દળનાં જવાનો બન્યા સતર્ક, હેલીકોપ્ટર દ્વારા શરૂ કરાયું સર્વેલન્સ
========================================================================================
17:41:38
ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને પર્વતિય ક્ષેત્રમાં શરૂ કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ, તણાવ વચ્ચે પણ ચીનની હરકત
લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ પૂ્ર્વ લદ્દાખની LAC પર ભારત અને ચીન અને વચ્ચે તણાવમાં વધારો થયો છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીની સેનાએ દરીયાથી 4700 મીટર ઉંચે નિયાનકિંગ ટૈંગુલા પર સૈન્ય અભ્યાસ કર્યો. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી હિંસક ઝડપ અંગે કહેવાઈ રહ્યું છે કે 15 જૂનની મોડી સાંજે ગલવાનની ઘાટીમાં આ બન્યું કે જેમાં ચીની સૈનિકોએ દ્વિ પક્ષિય સમજૂતિનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ ઘટનાને ટાળી શકાઈ હોત અગર ચીન તરફથી આ મુદ્દે સમજૂતિને માન આપવામાં આવ્યું હોત. પ્રવક્તા તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય સેનાનાં 20 જવાન શહીદ થયા તે અંગે ચીન તરફથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.ચીનનાં પ્રવક્તાએ આગળ જણાવ્યું છે કે બે જૂને તેમના ફોન દરમિયાન અમેરીકાનાં પ્રમુખ અને નરેન્દ્ર મોદી વચ્ચે ગલવાન ક્ષેત્રમાં ચાલી રહેલા ભારત-ચીન બોર્ડર વિવાદને લઈ એકબીજા સાથે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે ગલવાન ઘાટીમાં જે પણ અથડામણ થઈ તેમાં બંને દેશોની સેનાને નુક્શાન પહોચ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે પૂર્વ લદ્દાખનાં ગલવાન ઘાટી પાસેની LACનું સન્માન કરે છે.
=======================================================================
16:17:11
લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણથી ઊભી થયેલી તંગદીલી હળવી કરવા માટે
બન્ને દેશના વિદેશ મંત્રાલય સક્રીય.
ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે થઈ ટેલિફોનીક વાતચીત, તંગદીલી હળવી કરવા ભારત અને ચીનના વિદેશ પ્રધાન વચ્ચે વાત
=======================================================================
16:10:47
ધોનીની ટીમનાં ડોક્ટરે કરી ભારતીય શહીદો પર અપમાનજનક ટ્વીટ, ટીમે પકડાવ્યું પાણીચું, દેશવાસીઓમાં ભારે રોષની લાગણી
=====================================================================
15:22:29
ચીન મુદ્દે પ્રથમવાર વડા પ્રધાન મોદીની પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીએ ચીનને આપી આડકતરી ધમકી
જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય
ભારત શાંતી ઈચ્છે છે, દેશનાં એકતા અને અખંડિતતાનાં ભોગે કોઈ સમાધાન નહી
આપણાં જવાનો દુશ્મનોને મારતા મારતા શહીદ થયા છે
=======================================================================
15:20:24
ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણમાં ચીની સેનાનો કમાન્ડિંગ ઓફિસર પણ ઠાર, આદત મુજબ ચીને મોતનાં આંકડા છુપાવવાનું શરૂ કર્યું