આ 3 આદતથી રહો દૂર, નહીં તો તમે બની શકો છો Heart Attackનો શિકાર

Heart Attack - હ્દય રોગએ ખુબ જ ગંભીર સમસ્યા છે. તેના કારણે જીવનું જોખમ રહે છે. તેનાથી બચવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા જરુરી છે.

આ 3 આદતથી રહો દૂર, નહીં તો તમે બની શકો છો Heart Attackનો શિકાર
heart attack
Image Credit source: file photo
| Edited By: | Updated on: Jul 30, 2022 | 8:31 PM

દરેકને પોતાનું જીવન પ્રિય હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે લાંબુ જીવે. હ્દય રોગ (Heart Attack)એ એક ગંભીર સમસ્યા છે. તે ક્ષણવારમાં તમારો જીવ લઈ લે છે. તેનાથી બચવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા જરુરી છે. તમે સમાચારમાં મોટા મોટા લોકો અને તમારી આસપાસના લોકોમાંથી કોઈનો જીવ હ્દય રોગને કારણે ગયો છે. જો તમે તમારી કેટલીક આદતો નઈ સુધારો તો તમે આ હ્દય રોગનો શિકાર બની શકો છો. સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટી ઉંમરના લોકોને હ્દય રોગની સમસ્યા થાય છે પણ છેલ્લા ઘણા વર્ષથી નાની ઉંમરના લોકોને પણ આ હ્દય રોગની સમસ્યા થતી જોવા મળે છે. આ એક ગંભીર બીમારી (Heart Disease) છે, જે ઝડપથી લોકોને તેનો શિકાર બનાવે છે.

કેમ આવે છે હાર્ટ એટેક?

હેલ્થ એકસ્પર્ટ અનુસાર હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે હ્દયમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ અવરોધ નળીઓમાં વસા, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થોનું નિર્માણનું કારણ બને છે. આપણી કેટલીક આદતો તેનું કારણ બન્ને છે. તેને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. આજની જીવનશૈલી અનુસાર કોઈ પણ વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવાના ઉપાયો જાણવા જરુરી છે. પોતાની આદતોમાં થોડો સુધાર કરીને તમે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકો છો. ચાલો જાણીએ કે રોંજિદા જીવનમાં કઈ આદતોથી તમારે દૂર રહેવુ જોઈએ.

હાર્ટ એટેકના લક્ષણ

છાટીમાં દુખાવો,શ્વાસ લેવામાં તકલીફ, પરેસેવો આવવો, ચક્કર આવવા, થાક લાગવો, ઉલ્ટી વગેરે.

આ આદતોથી વધી શકે હાર્ટ એટેકનું જોખમ

1. તણાવ અને સ્મોકિંગ – સ્મોકિંગ અને તણાવ તમારા હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. સ્મોકિંગથી ધમનિયો સંકોચાય છે અને લોહીનો પ્રવાહ અવરોધાય છે. તણાવથી બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.

2.વજન કંટ્રોલમાં ના રાખવું – વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો પોતાના વજન પર ધ્યાન નથી રાખતા અને તેને કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. વજન વધવાથી હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી સમસ્યા થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો કરવા માટે વજન ઘટાડવુ જરુરી છે.

3. વધારે પડતો આરામ – વધારે આરામ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. શરીર નિષ્કિય રહે છે. લોહીનું વહન કરતી ધમનીઓ બંધ થઈ શકે છે. નિયમિત વ્યાયામ કરીને આ જોખમ ઘટાડી શકો છો.