World Hemophilia Day : હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો

લોહીને લગતી બીમારીઓ જે છે તેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ બને છે.

World Hemophilia Day : હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:11 PM

દેશ અને દુનિયામાં રોજબરોજ લાખો લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડિત થતાં હોય છે. ઘણા લોકો લોહીને સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો આપણા લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થાય તો મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં આ સમસ્યાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. લોહીને લગતી બીમારીઓ જે છે જેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ બને છે. હિમોફિલિયા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે 17 એપ્રિલના રોજ ‘વિશ્વ હિમોફિલિયા દિવસ’ ઉજવવામાં આવે છે.

હિમોફિલિયાનું કારણ શું છે?

હિમોફિલિયા એક જેનેટિક ડિસઓર્ડર છે. તે વારસાગત કારણોસર થાય છે. સામાન્ય રીતે મધ્યમ વય અને વૃદ્ધ લોકોને આ બીમારી વધુ અસર કરે છે. માણસના જીનમાં ફેરફારને કારણે લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન મળતું નથી અને હિમોફિલિયાની સમસ્યા સર્જાય છે. જો કોઈ વ્યક્તિનો હિમોફિલિયાનો પરંપરાગત ઇતિહાસ હોય, તો તેને આ સમસ્યા થવાનું જોખમ વધુ હોય છે. જો આ રોગને સમયસર સારવાર કરવામાં આવે, તો તે ઘણી હદ સુધી તેને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

લોહી યોગ્ય રીતે ગંઠાઈ શકતું નથી

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના રિપોર્ટ અનુસાર, હિમોફિલિયા એક દુર્લભ રક્ત વિકાર છે, જેના કારણે લોહી યોગ્ય રીતે ગંઠાઈ શકતું નથી. પ્રોટીનની ગેરહાજરીને કારણે આવું બનતું હોય છે. જો આ રોગથી પીડિત લોકોને ઈજા થાય છે, તો ઘણું લોહી વહી શકે છે. આ વિકારને કારણે શરીરની અંદર રક્તસ્ત્રાવ થઈ શકે છે. હિમોફિલિયા ઘૂંટણ, પગની ઘૂંટી અને કોણીમાં રક્તસ્રાવનું કારણ બની શકે છે. આંતરિક રક્તસ્રાવ તમારા શરીરના અંગો અને પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે અને જીવન માટે જોખમી બની શકે છે. એટલા માટે આ રોગ વિશે સાવચેત રહેવાની જરૂર છે.

હિમોફિલિયાના લક્ષણો

  1. સાંધામાંથી લોહી આવવું
  2. ત્વચામાંથી લોહી આવવું
  3. મોં અને પેઢામાંથી લોહી આવવું
  4. રસીકરણ પછી લોહી આવવું
  5. પેશાબ અથવા મળમાં લોહી
  6. વારંવાર નાકમાંથી લોહી પડવું

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..