World Heart day 2023: વધુ ટેન્શનમાં રહો છો તો પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે કરો બચાવ

World Heart day 2023: અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો વધુ માનસિક તણાવ ધરાવતા હતા. વધતી ઉંમર સાથે તેમનામાં હાર્ટ એટેકનું જોખમ સામાન્ય લોકો કરતા બમણું વધારે રહે છે.

World Heart day 2023: વધુ ટેન્શનમાં રહો છો તો પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે કરો બચાવ
Heart Attack (File Image)
| Edited By: | Updated on: Sep 27, 2023 | 5:39 PM

Heart Attack and Mental Health: જો તમે દરરોજ ટેન્શનમાં (Tension) રહો છો અને માનસિક તણાવથી પણ પરેશાન છો તો હવે તમારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. ડોક્ટરોનું કહેવું છે કે માનસિક તણાવને કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. આવી સ્થિતિમાં જો તમે ખૂબ જ ટેન્શન લઈ રહ્યા છો તો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જો સમયસર આ સમસ્યાને દૂર કરવાના પ્રયાસો કરવામાં ન આવે તો હાર્ટ એટેકનો ખતરો રહે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા 2019માં કરવામાં આવેલા અભ્યાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો વધુ માનસિક તણાવ ધરાવતા હતા. વધતી ઉંમર સાથે તેમનામાં હાર્ટ એટેકનું જોખમ સામાન્ય લોકો કરતા બમણું વધારે રહે છે.

આ પણ વાંચો: શું તમે પણ વજન ઓછું કરવા માટે સવારના નાસ્તાથી દુર રહો છો, તમારી આ આદત મોંઘી સાબિત થઈ શકે છે

મનોચિકિત્સકો પણ કહે છે કે નબળા માનસિક સ્વાસ્થ્યની સીધી અસર હૃદય પર પડે છે. ઘણા કિસ્સાઓમાં તે હાર્ટ એટેકનું કારણ પણ બને છે. પરંતુ લોકો આ તરફ ધ્યાન આપતા નથી. હાર્ટ એટેક અને માનસિક તણાવ વચ્ચે શું સંબંધ છે અને શા માટે માનસિક તણાવને કારણે હાર્ટ એટેક આવે છે. આ જાણવા માટે અમે નિષ્ણાતો સાથે વાત કરી છે.

માનસિક તણાવ અને હાર્ટ એટેક

માનસ્થલીના ડાયરેક્ટર ડૉ. જ્યોતિ કપૂર TV9ને જણાવ્યું કે માનસિક તણાવ હૃદયની બીમારીઓ માટેનું મુખ્ય જોખમ પરિબળ છે. પરંતુ મોટાભાગના લોકો આ વાતથી વાકેફ નથી. જ્યારે આપણે આપણા જીવનમાં દરરોજ વધુ પડતો તણાવ લઈએ છીએ, ત્યારે આપણી વિચારવાની ક્ષમતા પર અસર થાય છે અને આપણા વિચારોમાં ઘણા ફેરફારો થવા લાગે છે. તે હૃદય પર પણ અસર કરે છે.

ડૉ.જ્યોતિ કહે છે કે વધુ પડતો સ્ટ્રેસ લેવાથી શરીરમાં બ્લડપ્રેશર વધે છે. શરીરના ઘણા ભાગોમાં સોજો આવી શકે છે. માનસિક તણાવને કારણે વ્યક્તિ યોગ્ય રીતે ઊંઘી શકતી નથી અને ખાવાની ટેવ પણ બગડી જાય છે. આ તમામ બાબતો હૃદય પર અસર કરે છે. હાઈ બીપી અને નબળી જીવનશૈલીના કારણે ધીમે ધીમે હૃદયની તબિયત બગડે છે અને હાર્ટ એટેક આવે છે. આ ખતરો હવે નાની ઉંમરે થઈ રહ્યો છે. 30થી 40 વર્ષની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા હોય છે. માનસિક તણાવ એનું મુખ્ય કારણ છે.

લોહી ગંઠાવાનું શરૂ થાય છે

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં ડૉ. અજીત જૈન જણાવે છે કે વધુ પડતા તણાવને કારણે શરીરમાં લોહી ગંઠાવાનું શરૂ થાય છે. જો હૃદયમાં લોહી ગંઠાઈ જાય તો તે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ડો. જૈન કહે છે કે દરેક વ્યક્તિ ટેન્શન લે છે, પરંતુ જો તમે ખૂબ જ ટેન્શન લેતા હોવ અને તેના કારણે તમારો માનસિક તણાવ વધી રહ્યો હોય અને આ તણાવ દરરોજ ગંભીર બની રહ્યો હોય તો તેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર પડે છે. આવી સ્થિતિમાં લોકોને માનસિક તણાવથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ રીતે કરો બચાવ?

  1. દરરોજ યોગ કરો
  2. ધ્યાન કરો
  3. જો માનસિક તણાવ વધી રહ્યો હોય તો ડોક્ટરની સલાહ લો
  4. તમારા આહારનું ધ્યાન રાખો

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો