જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો આજથી જ આ બે કામ શરૂ કરી દો

દેશમાં દર વર્ષે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 9 થી 16 વર્ષની વયના બાળકો પણ ટાઇપ-2 ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, શરીરમાં આ રોગ થવાના કારણો શું છે અને તેને સમયસર કેવી રીતે શોધી શકાય તે જાણવું મહત્વપૂર્ણ છે.

જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો આજથી જ આ બે કામ શરૂ કરી દો
| Edited By: | Updated on: Nov 14, 2023 | 12:21 PM

દુનિયાભરમાં 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટિસ દિવસ મનાવવામાં આવે છે. આનું કારણ લોકોને ડાયાબિટિસની બિમારી વિશે જાગ્રુત કરવાનું, પરંતુ ચિંતાનું કારણ એ છે કે, દર વર્ષે ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવા છતાં આ રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. દેશમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ છે.

નાના બાળકો પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ રોગ ત્યારે જ જાણી શકાય છે જ્યારે દર્દી તેનાથી પીડાય છે.

ડાયાબિટિસ સૌથી ઝડપી થતી બીમારી

ડોક્ટરનું કહેવું છે કે, જેનેટિક કારણો સિવાય અન્ય તમામ મામલે ડાયાબિટસની ઝપેટમાં આવતા બચી શકાય છે. આ બિમારીથી બચવા માટે શું કરવું જોઈએ. આ વિશે એક્સપર્ટ પાસે જાણીએ. દિલ્હીમાં વરિષ્ઠ ફિઝિશિયન ડો. કમલજીત સિંહ કૈથ જણાવે છે કે, આજના સમયમાં ડાયાબિટિસ સૌથી ઝડપી થતી બીમારી બની રહી છે. શહેરી વિસ્તારોમાં તો આ સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ડાયાબિટીસના કેસ એટલા ઝડપી વધવાનું મુખ્ય કારણ લોકોની ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી ની આદતો છે.

કઈ રીતે ડાયાબિટિસથી બચવું

ખાણીપીણીમાં ધ્યાન આપો

શરીરમાં મોટાભાગની બિમારીઓ ખરાબ ખાણીપીણાના કારણે થાય છે. ડાયાબિટિસથી બચવું છે તો ડાયટ સારું રાખવું પડશે.તમારા રોજના ડાયટમાં ફ્રુટ્સ જરુર સામેલ કરો. આહારમાં ફાઈબરની માત્રા પણ સારી રાખો. કેટલીક વસ્તુઓથી દુર રહો. જેમ કે મેંદો ન ખાઓ, ફાસ્ટ ફુડથી દુર રહો અને દારુ કે પછી ધ્રુમ્રપાનની આદતથી દુર રહો.

દરરોજ કસરત કરો

જો તમે એક દિવસમાં 15 મિનિટ પણ કસરત કરો છો તો આ તમારી ડાયાબિટિસના ખતરાથી બચાવી શકે છે. એવો પ્રયત્ન કરો કે, 24 કલાકમાંથી માત્ર 15 મિનિટ તમારા શરીર માટે કાઢો અને કસરત કરો. જરુરી નથી કે હેવી વર્કઆઉટ જ કરવું. તમે વોકિંગ, સાઈકલ ચલાવવું કસરત પણ કરી શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:11 am, Tue, 14 November 23