
મસાલા- લવિંગ, ઈલાયચી, આદુ, હળદર અને કાળા મરી વગેરે સદીઓથી આયુર્વેદનો ભાગ રહ્યા છે. તેનું ઘણા પ્રકારે સેવન કરવામાં આવે છે. તમે તેને ચૂરણ તરીકે પણ લઈ શકો છો અથવા તેને મસાલા ચામાં સામેલ કરી શકો છો. આ મસાલા તમને ગરમ રાખવામાં અને મોસમ દરમિયાન આરામ આપવામાં મદદ કરે છે.

સુકો મેવો- ડ્રાય ફ્રૂટસ સુપર ફૂડ માનવામાં આવે છે. બદામ, કાજુ, કિશમિશ, અંજીર વગેરે આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં તમે પોતાના ખોરાકમાં આ સુકો મેવો સામેલ કરી શકો છો. તમે આ સુકા મેવાને દૂધ, મિઠાઈમાં ભેળવી શકો છો.